Site icon Revoi.in

અરે વાહ! પ્રવાસીઓને લીધે મોરબી એસટી ડેપોની આવક વધી, આઠ દિવસમાં 35.25 લાખ રૂપિયાની કમાણી કરી

Social Share

મોરબી: લોકોને લાંબા સમય પછી ફરવાની તક મળી છે, અને તેની રાહ તો લોકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા. આ વાતથી સૌ કોઈ જાણકાર હશે કે જ્યારે હવે સરકાર પ્રવાસન ક્ષેત્રમાં રિકવરીના આંકડા જાહેર કરશે ત્યારે મોટો સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. વાત એવી છે કે કોરોનાના સમયમાં લોકોનું ફરવાનું બંધ થઈ ગયુ હતુ પણ હવે કોરોના ઓછો થતા લોકો ફરવા નીકળી પડ્યા છે અને તેની સકારાત્મક અસર બધે જોવા મળી રહી છે. મોરબી એસટી ડેપોએ પણ આઠ દિવસમાં 35.25 લાખની કમાણી કરી છે.

મોરબી એસટી ડેપોને આ વખતે દિવાળી ફળીભૂત થઈ છે. દિવાળીના સમગ્ર તહેવારોમાં મોરબી એસટી ડેપોએ માત્ર આઠ દિવસમાં જ રૂ.35.25 લાખની આવક કરીને સરકારી તિજોરી છલકાવી છે. આ વખતે એસટી તંત્ર દ્વારા એડવાન્સ બુકીંગની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જેમાં 52 ટ્રીપનું એડવાન્સ બુકિંગ થયું હતું.

આ તકે એસટી ડેપો મેનેજર, એસટી ડ્રાઇવર, કંડકટર, વહીવટી સ્ટાફ સહિત સમગ્ર એસટી સ્ટાફ અને ભારતીય મજદૂર સંઘના પ્રમુખ સહિતના સતત સેવા માટે ખડેપગ રહ્યા હતા. જો કે, દર વખત કરતા આ વખતે ધરખમ આવક થઈ છે.