એમ્બ્યુલન્સને અવરોધવા બદલ એક વાહન ચાલકને આકરો દંડ ફટકારાયો
કેરળ પોલીસે એમ્બ્યુલન્સને રસ્તો ના આપવા મામલે એક વાહન ચાલકનું લાઇસન્સ રદ કર્યું છે. તેમજ વાહન ચાલકને 2.5 લાખ રૂપિયાનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના તાજેતરમાં ચાલકુડીમાં બની હતી. જેમાં ડ્રાઇવરે કથિત રૂપે થ્રિસુર મેડિકલ કોલેજના માર્ગ પર ઇમરજન્સી વાહનને રસ્તો આપ્યો ન હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર, પેરામેડિક્સ દ્વારા શેર કરાયેલ ડેશકેમ ફૂટેજ દર્શાવે છે કે એમ્બ્યુલન્સ એક સાંકડા, બે-લેન રોડ પર એક કારની પસાર થઈ રહી હતી. એમ્બ્યુલન્સ ડ્રાઈવર વારંવાર હોર્ન વગાડતો અને સાયરન વગાડતો હોવા છતાં કારનો ચાલકે એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો ન હતો. આ પુરાવા સામે આવ્યા પછી, કેરળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને વાહન ચાલક સામે નિર્ણાયક કાર્યવાહી કરી.
પોલીસના આ પગલાની વ્યાપક પ્રશંસા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ કારની નંબર પ્લેટ પરથી ડ્રાઈવરની ઓળખ કરી હતી. જે બાદ કારના માલિક પર એમ્બ્યુલન્સનો માર્ગ અવરોધિત કરવાનો, મોટર વાહન અધિનિયમ દ્વારા સશક્ત ઓથોરિટીના કાર્યોમાં અવરોધ ઉભો કરવાનો અને માન્ય પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ (PUCC) ન હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.