Site icon Revoi.in

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 562 રજવાડાના ઇતિહાસને જીવંત કરતું મ્યુઝીયમ બનાવાશે

Social Share

વડોદરાઃ  કેવડિયા કોલોની, સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે રજવાડાના ઈતિહાસને જીવંત કરતું મ્યુઝીયમ બનાવવામાં આવી રહ્યું છે. દેશના તત્કાલીન 562 રજવાડાંના એક સંગ્રહાલયની મુલાકાત આ પ્રોજેક્ટ માટે બનેલી સમિતિના સભ્યોએ તા. 3 ઓક્ટોબરે લીધી હતી અને કેવી રીતે આખી યોજનાને સાકાર કરવી એના અંગે ચર્ચા કરીને મ્યુઝિયમના કન્સલ્ટન્ટ સાથે પણ એ અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કર્યો હતો. ભારતની આઝાદી પછી એને સુગ્રથિત કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલનું ઘણું મોટું યોગદાન હતું.

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ્યાં આવેલી છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આ 562 રજવાડાંનો ઈતિહાસ કાયમ માટે જીવંત થાય એવુ એક વિરાટ અને વિશિષ્ટ મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. હાલ મ્યુઝિયમ બવાવવાનું કામ ચાલી રહ્યું છે. પુર્વ અધિક મુખ્ય સચિવ એસ.એસ.રાઠોડ, લોકસભાના સદસ્યા અને જયપુરના રાજકુમારી દિયાકુમારીજી, પદ્મશ્રી હીઝ હાઈનેસ મહારાવ રઘુવીરસિંહજી ઓફ શિરોહી તથા રાજકોટના ઠાકોરસાહેબ માંધાતાસિંહજી, મેહરનગઢ કિલ્લા મ્યુઝિયમના ડીરેક્ટર, જાસોલના કુમાર સાહેબ કરણીસિંહજી, આર્કોલોજી અને મ્યુઝિયમ વિભાગના ડીરેક્ટર પંકજ શર્મા આ બેઠક અને સ્થળ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મ્યુઝિયમ કેવી રીતે બનશે, કેટલી ગેલેરી રાખવી અને ક્યાં શું નિદર્શન માટે મુકવું એની ચર્ચા કરી હતી.
સમગ્ર ભારતના રજવાડાંનો ઈતિહાસ ત્યાં પ્રસ્તુત થવાનો હોવાથી કેવી રીતે આખી ગોઠવણ કરી શકાય એની ચર્ચા પ્રોજેટના કન્સલ્ટન્ટ સાથે કરવામાં આવી હતી. સમિતિએ વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની પણ મુલાકાત લીધી હતી. વિશ્વની સૌથી મોટી પ્રતિમા પછી હવે સૌથી વિશેષ મ્યુઝિયમ બનવવાનો વડાપ્રધાનનો વિચાર એવા રાષ્ટ્રભક્તિ, રજવાડાંઓના સમર્પણ અને શુરવીરતાના જીવંત દસ્તાવેજો ત્યાં સંગ્રહિત થશે એ સ્થળ પણ એક સીમાચિહ્નરુપ બની રહેશે.