- કેરળના આ હિલ સ્ટેશનો છે ખુબ જ સુંદર
- એકવાર ચોક્કસથી લો મુલાકાત
- અહીંની સુંદરતા દિલ જીતી લેશે
કેરળ તેના સુંદર બીચ, બેકવોટર, ચાના બગીચા, તળાવો વગેરે માટે પ્રખ્યાત છે. પરંતુ અહીંના હિલ સ્ટેશનો કોઈથી ઓછા નથી. ફેમિલી વેકેશન હોય કે કપલ સાથે રોમેન્ટિક ટ્રિપ હોય, કેરળના સુંદર હિલ સ્ટેશનો દરેકને રોમાંચક અને અવિસ્મરણીય સફર માટે પૂરતી તકો પૂરી પાડે છે.તો,ચાલો જાણીએ કેટલાક પ્રખ્યાત હિલ સ્ટેશન વિશે
લક્કીડી હિલ સ્ટેશન એક એવી જગ્યા છે જ્યાં તમે પગપાળા આખા સ્થળની શોધખોળ કરી શકો છો.લક્કીડીમાં ઘણા હિલ રિસોર્ટ અને તળાવો પણ છે જે તેના આકર્ષણમાં વધારો કરે છે. આ સ્થળની સુંદરતા બાકીના હિલ સ્ટેશનથી બિલકુલ અલગ છે. અહીં તમે પુકોડે લેક, ધ ચેઈન ટ્રી, લક્કીડી વ્યુ પોઈન્ટની મુલાકાત લઈ શકો છો.
વાગામો કેરળનું બીજું એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે.કપલ્સ માટે મુલાકાત લેવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. અદભૂત સૂર્યોદય અથવા સૂર્યાસ્ત જેવા અદ્ભુત દૃશ્યો તમને અહીં દીવાના કરી દેશે.
ઇડુક્કી પર્વતોથી ઘેરાયેલા પશ્ચિમી ઘાટની ટોચ પર આવેલું છે. ઇડુક્કી વન્યજીવ અભયારણ્ય, સુંદર બંગલા, ચાના કારખાના, રબરના બગીચા અને જંગલો માટે જાણીતું છે. આ એક નાની પણ સુંદર જગ્યા છે.
કેરળના પ્રસિદ્ધ હિલ સ્ટેશનોની યાદીમાં સામેલ વાયનાડ એક એવું જ હિલ સ્ટેશન છે.વાયનાડને કેરળનું જીવન કહેવામાં આવે છે. પ્રવાસીઓ અહીંના ધોધ, ઐતિહાસિક ગુફાઓ, રમણીય મંદિરો જોવાનું પસંદ કરે છે.અહીં તમે પરિવાર સાથે સારો સમય પણ વિતાવી શકો છો. અહીં તમે થિરુનેલ્લી મંદિર, વલ્લિઓર્કોવુ ભગવતી મંદિર, પુલિયારમાલા જૈન મંદિર, 3 થીમ પાર્કની મુલાકાત લઈ શકો છો.