દુનિયામાં કેટલીય એવી રહસ્યમયી જગ્યાઓ અને વસ્તુઓ છે,જેના વિશે જાણીને લોકો આશ્ચર્ય પામે છે.તમિલનાડુના મહાબલિપુરમમાં એક પ્રાચીન પત્થર છે, જે એક ઢાળ પર છે. મોટા તોફાન કે વાવાઝોડામાં પણ આ પત્થર હલતો જ નથી. મ્યાંમારમાં પણ આવો જ એક પત્થર હતો, આ રહસ્યમયી પત્થરની ઊંચાઈ 25 ફીટ છે.
આ પત્થર 1100 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ ભારે ભરખમ પત્થરને ‘ક્યૈકટિયો પગોડા’ અને ‘ગોલ્ડન રોક’ કહેવામાં આવે છે. લોકો દ્વારા આ પત્થર પર સોનાના પત્તા ચોંટાડવામાં આવ્યા હતા. તેથી જ તેનુ નામ ‘ગોલ્ડન રોક’ છે.આ પત્થર એક ઢાળ પર સ્થિત છે. તે પોતાની જગ્યાથી હલતો નથી અને કોઈ તેને હલાવી શકતુ પણ નથી. આ પત્થર આ જગ્યા પર કેટલા સમયથી છે તે વાત પણ એક રહસ્ય છે.
આ પત્થર ભગવાન બુદ્ધના વાળ પર તકેલો છે. કહેવાય છે કે 11 મી સદીમાં એક બૌદ્ધ ભિક્ષુકે આ ઢાળ પર આ પત્થરને મુક્યો હતો. ત્યારથી જ પત્થર આ જગ્યા પર છે.એવી માન્યતા છે કે મહિલાઓ આ પત્થરને હલાવી શકે છે. તેથી મહિલાઓને આ પત્થરને પાસે જવાની મનાઈ છે. તેઓ આ પત્થરને અડકી નહીં શકે, ફક્ત દૂરથી જોઈ શકે છે