Site icon Revoi.in

એક એવું રહસ્યમય ગામ,જ્યાંથી લોકો અચાનક ગાયબ થઈ ગયા,આજ સુધી નથી જાણી શકાયું  

Social Share

દુનિયામાં એવા અનેક ગામો છે, જે કોઈ ને કોઈ કારણોસર પ્રખ્યાત છે. જો કોઈ પોતાની સુંદરતાને લઈને ફેમસ છે, તો ક્યાંક અનોખી વસ્તુઓ જોવા મળે છે, જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. દુનિયામાં કેટલાક એવા ગામ છે જે રહસ્યમય માનવામાં આવે છે. કેનેડામાં એક એવું જ ગામ છે, જે ઘણા વર્ષોથી ઉજ્જડ છે. આ ગામની વાર્તા પણ ઘણી ડરામણી છે. કહેવાય છે કે,અહીં રહેતા લોકો અચાનક ક્યાંક ગાયબ થઈ ગયા હતા, જે આજદિન સુધી મળ્યા નથી.

આ રહસ્યમય અને નિર્જન ગામ અંજીકુની તળાવના કિનારે આવેલું છે. કહેવાય છે કે વર્ષ 1930માં ઠંડીનું મોસમ હતું અને જો લાબેલ નામનો એક વ્યક્તિ કોઈ ગરમ જગ્યાની શોધમાં ભટકતો હતો અને આ ગામમાં પહોંચ્યો હતો, પરંતુ તેને અહીં કોઈ માણસ દેખાયો નહોતો. તેણે ખૂબ અવાજ કર્યો, પરંતુ તેને અહીં કોઈ માણસ કે કોઈ પ્રાણી દેખાયું નહીં. ચારે બાજુ નીરવ શાંતિ હતી.

જો કે જો લાબેલને લાગ્યું કે આ ગામમાં કોઈ માણસ નથી, તો તેણે આવા ઘરમાં પ્રવેશવાનું નક્કી કર્યું, પરંતુ જ્યારે તે ઘરમાં પ્રવેશ્યો, ત્યારે તે ત્યાંનો નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. ઘરમાં તમામ વસ્તુઓ પોતપોતાની જગ્યાએ રાખવામાં આવી હતી, પરંતુ રસોડામાં સ્ટવ સળગતો હતો અને અડધું રાંધેલું ભોજન રાખવામાં આવ્યું હતું.

બાકીના ઘરોનો પણ આવો જ નજારો હતો, જેને જોઈ લેબલ નામનો વ્યક્તિ ખૂબ જ ડરી ગયો અને તે તરત જ ત્યાંથી ભાગી ગયો. આ પછી તેણે આ ગામ વિશે પોલીસને જાણ કરી, ત્યારપછી તપાસ શરૂ થઈ, પરંતુ લાખ પ્રયાસો છતાં પોલીસ એ શોધી શકી નહીં કે ગામના તમામ લોકો એકસાથે કેવી રીતે અને ક્યાં ગાયબ થઈ ગયા. આ અંગે આજુબાજુના ગામડાઓમાં પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ આકાશમાં એક રહસ્યમય ઝબકતી લાઈટ વિશે જણાવ્યું, જે આ ગામ તરફ આગળ વધી રહી હતી. જો કે, લોકો દ્વારા કહેવામાં આવેલી બાબતો સાચી છે કે,નહીં તે અંગે કોઈ સ્પષ્ટ પુરાવા મળી શક્યા નથી. હવે આ ગામના રહસ્યને લગભગ 90 વર્ષ વીતી ગયા છે, પરંતુ હજુ પણ આ રહસ્ય યથાવત છે.