પીએમ મોદીના નેતૃત્વમાં સાયબર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે
- સાયબર સલામતી-રાષ્ટ્રીય સુરક્ષા પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે
- આવતીકાલે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાશે
- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રહેશે ઉપસ્થિત
દિલ્હી:ભારતની આઝાદીના 75મા વર્ષમાં ભારતની પ્રગતિ અને સિદ્ધિઓની ઉજવણી કરવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્ર “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરી રહ્યું છે.
આવતીકાલે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સાયબર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા (સાયબર અપરાધ સે આઝાદી – આઝાદી કા અમૃત મહોત્સવ) પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે. આ કોન્ફરન્સનું આયોજન ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે.આ સંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.આ પરિષદ દેશમાં સાયબર ગુનાઓને રોકવા માટે જનજાગૃતિ લાવવાના પ્રયાસોનો એક ભાગ છે.
ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), MHAમાં સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારના સંકલનમાં આવતીકાલની કોન્ફરન્સના ભાગરૂપે પણ 8 થી 17 જૂન દરમિયાન “આઝાદી કા અમૃત મહોત્સવ”ના નેજા હેઠળ વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાયબર સ્વચ્છતા, સાયબર ગુનાઓનું નિવારણ, સાયબર સુરભા અને રાષ્ટ્રીય સુરક્ષા પર 75 સ્થળોએ કાર્યોનું આયોજન કરાયું હતું.
આ પરિષદમાં પૂર્વોત્તર ક્ષેત્રના સંસ્કૃતિ, પર્યટન અને વિકાસ કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી, ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રા અને ગૃહ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ તેમજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજરી આપશે.