પાલનપુરઃ ગુજરાતના ખેડુતો રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઝુબેશ ચલાવવામાં આવી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. જેના લીધે બનાસકાંઠા જિલ્લામાં પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જિલ્લાના વાવ, સુઈગામ, અને દાંતીવાડામાં પ્રાકૃતિક ખેતીની સમજ આપવા માટે ખેડુતો માટે તાલીમ શિભિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 321 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. ખેડુતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે તેમજ રાસાયણિક ખેતીથી કેટલું નકશાન થાય છે તેની સમજ આપવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા, ખેતીવાડી અને બાગાયત ખાતાના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ક્લસ્ટર બેઝ તાલીમનુ આયોજન કરાયુ હતું. જે અંતર્ગત વાવ, સુઇગામ અને દાંતીવાડા ખાતે તાલીમ શિબિર યોજાતા અંદાજે 321 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. ખેડુતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે તેમજ રાસાયણિક ખેતીથી કેટલું નકશાન થાય છે તેની સમજ આપવામાં આવી હતી. આ શિબિરમાં ખેડુતો સાથે પ્રશ્નોતરીનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
આ શિબિરમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર એચ.જે ઝીન્દાલે પ્રાકૃતિક કૃષિના માહિતી આપી હતી. તેમજ વધુમાં તેમણે બીજામૃત ઉપર ખાસ ભાર મૂકી ખેડૂતોને મળતી વિવિધ સરકારી સહાય બાબતે માહિતી આપી હતી. તાલીમમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.આર. વાઘેલા, ડો બી.કે.અસવાર પશુપાલન નિષ્ણાત, જયંતીભાઈ બોચાતર તાલુકા સંગઠન પ્રમુખ દાંતીવાડા, તાલુકા સંયોજક કરશનભાઈ માળી, બ્લોક ટેકનોલોજી મેનેજર પૂજાબેન રાવલ અને પ્રવિણા બા ડાભી સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.