સામાન્ય રીતે ઉનાળો આવતાની સાથે જ ગરમીથી ગળુ સુકાવા લાગે છે કાળઝાર ગરમીને કારણે જાણે શરીરમાંથી એનર્જી ઓછી થતી હોય તેવું લાગે છે, ત્યારે આ ઉનાળાના દિવસો દરમિયાન આપણે શું શું કાળજી લેવી જોઈએ તેના પર ધ્યાન કેન્દ્રીત કરીશું.
સૌ પ્રથમ જ્યારે પણ તમે બહાર જાઓ છો ત્યારે તમારા ફેશ અને હાથને કવર કરીને જ બહાર નીકળો, બહારથી આવીને તરત લીબું શરબત, ગ્લૂકોઝનું પાણી વગેરેનું સેવન કરીલો.
આ પીણું તમને ગરમીથી બચાવે છે
દિવસ દરમિયાન તમે જે પાણી પીવો છો તેને ખાસ બનાવો. સૌ પ્રથમ એક જગ પાણીમાં થોડા ફૂદીનાના પાન, તુલસીના પાન અને એક લીબુંના બે ફાળા કરીને જગમાં નાખીને બે કલાક રહેવા દો, ત્યાર બાદ આ પાણી ગાળીલો, હવે જ્યારે પણ તરસ લાગે ત્યારે આ પાણીનું સેવન કરવું ,જેનાથી પેટમાં ઠંડક પણ રહેશે અને એનર્જી જાળવાય રહેશે.
પાણી વાળા ફ્રૂટનું કરો સેવન
આ સાથે જ દિવસ દરમિયાન રસ વાળા ફ્રૂટનું સેવન કરવું જોઈએ, બને ત્યા સુધી બરફ વાળું પાણી અને બરફ ખાવાનું ટાળું , આપણાને ફ્રીજનું પાણી ઠંડૂ લાગે છે પરંતુ ખરેખરમાં તે નુકશાન કારક હોય છે.તેથી માટલાનું ઠંડુ પાણી પીવાની આદત રાખવી.
સવારે અથવા તો બપોરે જ્યારે કંઈક પીવાનું મન થાય ત્યારે નારિયેળ પાણી પીવાનું રાખો, જેનાથી એનર્જી પ્રાપ્ત થાય છે અને શરીર તંદુરસ્ત બની રહે છે.
જ્યારે પણ તમે બહારની ગરમીમાંથી ઘરમાં આવો એટલે માટલાના ઠંડા પાણીમાં રોઝનું શરબત એડ કરીને તેમાં તરબુચના જીણા જીણા કટકા એડ કરી તેનું સેવન કરવું જેનાથી લુ લાગી હોય તો ઠંડક મળે છે.
આ સાથે જ કાચી કેરીનું શરબત પીવાનું રાખવું, સાથે રોજ સવારે ખાલી પેટે વરિયાળી અને સાકરનું શરબત પીવાથી પણ પેટમાં ઠંડક રહે છે.
દિવસ દરમિયાન છાસમાં જીરુ નાખીને તેનુ સેવન કરવું જોઈએ, છાસ ખાટ્ટી ન હોવી તે પણ ધ્યાન રાખવું, આ સાથે જ છાસમાં ફૂદીનાના પાન જીણા જીણા્ સમારીને નાખવા જેનાથી પેટની બળતરા પણ દૂર થાય છે.