Site icon Revoi.in

રાજકોટ એરપોર્ટના ટર્મિનલ પર પ્રવાસીઓના સુવિધા માટે સોમવારે નવા બિલ્ડિંગનું ઉદ્ધાટન

Social Share

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર દિનપ્રતિદિન પ્રવાસીઓના ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. એરપોર્ટના બિલ્ડિંગમાં પ્રવાસીઓની ધક્કામુક્કી જોવા મળતી હતી, તેમજ પ્રવાસીઓ માટેની કોઈ સુવિધા પણ નહતી. આ અંગે સાંસદ સહિત અગ્રણીઓએ એરપોર્ટ ઓથોરિટીને રજુઆતો કરી હતી. આખરે ઓથોરિટાએ મંજુરી આપતા 100 પ્રવાસીઓ આરામથી બેસી શકે એવા નાવ બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે. તા.11મીને સોમવારે એરપોર્ટ પરના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરાશે. નવા ટર્મીનલમાં 100થી વધુ પેસેન્જરો આરામથી બેસી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

રાજકોટ એરપોર્ટ પરથી દરરોજ હવે ફલાઇટની સંખ્યામાં ઉત્તરોઉતર વધારો થતાં ટર્મીનલ બિલ્ડીંગ ટૂંકું પડી રહ્યુ હોવાથી થોડા મહિનાઓ પહેલા ટર્મીનલનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. હવે આ બિલ્ડીંગ તૈયાર થઇ જતાં 11મી તારીખેને સોમવારે સાંસદ મોહન કુંડારિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટ એરપોર્ટ પરથી અત્યાર સુધી દરરોજની બેથી ત્રણ ફલાઇટ જ ઉડાન ભરતી હતી પરંતુ ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે પહેલા વર્તમાન  એરપોર્ટનું ડેવલપમેન્ટ કરાયું છે અને છેલ્લા દોઢ વર્ષથી ફલાઇટની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. સૌરાષ્ટ્ર્રના કેપિટલ ગણાતા રાજકોટથી દિલ્હી, મુંબઇ જવા માટે બિઝનેસમેન પેસેન્જર્સની સંખ્યા નોંધપાત્ર રહી છે. એર કનેકટીવીટી માટે અત્યાર સુધી અમદાવાદ સુધી જવું પડતું હતું પરંતુ અહીંથી હવે દિલ્હી, મુંબઇની ડેઇલી 3થી 4 ફલાઇટ ઓપરેટ થાય છે. તેમજ ટુરિઝમ સેકટરમાં પણ ખાસ્સો ટ્રાફિક હોવાથી ગોવા અને બેંગ્લોર માટેની ફલાઇટ ઉડાન ભરતી હોવાથી અત્યાર સુધી આ બન્ને રૂટ પર ફલાઇટ હાઉસફુલ જઇ રહી છે.

એરપોર્ટ ડિરેકટર દિગતં બોરાહના જણાવ્યા મુજબ એક સાથે દિવસમાં 11 જેટલી ફલાઇટની અવરજવર રહેતી હોવાથી ટર્મીનલ નાનું પડતું હતું અને પેસેન્જરોની આ અગવડતાને દૂર કરવા માટે ટર્મીનલ બિલ્ડીંગની કેપેસીટી વધારી દેવાઇ છે. થોડા દિવસો પહેલા ડીજીસીએનું ચેકિંગ અને માન્યતા મળી જતાં સોમવારે સવારે 11 વાગ્યે સાંસદ મોહન કુંડારિયાના હસ્તે નવા ટર્મીનલ બિલ્ડીંગનું ઉદઘાટન કરવામાં આવશે.