- યુટ્યુબ પર હવે નવા પ્રકારનું ફીચર
- વીડિયોમાં આ રીતે જોવા મળશે ફરક
- Transcription ફિચર એડ કરવામાં આવ્યું
YouTubeમાં હવે કંપનીમાં દ્વારા નવું ફીચર એડ કરવામાં આવ્યું છે જેનું નામ છે ટ્રાન્સ્ક્રિપ્શન, આ ફીચર એવી રીતે કામ કરશે કે તેનાથી એન્ડ્રોઇડ એપ યુઝર્સ અલગ અનુભવ થશે. આ નવા ફીચરની મદદથી યુઝરને સ્ક્રીનની સામે બેસીને વીડિયો સ્ક્રિપ્ટને સ્ક્રોલ કરવાની જરૂર નહીં પડે. એકવાર વીડિયો લાઈવ થઈ જાય પછી યુઝરે સિમ્પલ શો ટ્રાન્સક્રિપ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
ભારતમાં યુટ્યુબનો વિશાળ બજાર હિસ્સો છે. વર્ષ 2020 માં, ભારતના યુટ્યુબરોએ દેશની અર્થવ્યવસ્થામાં રૂ. 6,800 કરોડનું યોગદાન આપ્યું છે. યુટ્યુબર્સે 6,83,900 પૂર્ણ સમયની નોકરીઓની સમકક્ષ મજબૂત GDP જનરેટ કર્યું છે. રિપોર્ટ અનુસાર, 40,000થી વધુ યુટ્યુબ ચેનલના એક લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. તેમની સંખ્યા દર વર્ષે 45% ના દરે વધી રહી છે.
આ ટ્રાન્સક્રિપ્ટ વિકલ્પ YouTube ના ડેસ્કટોપ વર્ઝન જેવું જ હશે, જો કે તે ડેસ્કટોપ કરતાં વધુ મોબાઈલ ફ્રેન્ડલી યુઝર ઈન્ટરફેસ સાથે આવશે. યુઝર્સ તેમના ફોનમાંથી યુટ્યુબ વીડિયોની સંપૂર્ણ સ્ક્રિપ્ટ એક્સેસ કરી શકશે. પરંતુ યુટ્યુબના ટ્રાન્સક્રિપ્શન ફીચરની સમસ્યા એ છે કે તેમાં લાઈનો દ્વારા ડાયરેક્ટ સર્ચ કરવાનો વિકલ્પ નથી. જેના કારણે આ ફીચર ડેસ્કટોપ વર્ઝન કરતા ઓછું ઉપયોગી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફીચર ટ્રાંસ્ક્રિપ્શન વીડિયોના ચોક્કસ ભાગોને શોધવાનું ખૂબ જ સરળ બનાવે છે.