આરોગ્ય સેતુ એપમાં આવ્યું નવું ફીચર, દેશમાં ટ્રાવેલિંગ કરનારા લોકોને મળશે મદદ
- આરોગ્ય સેતુમાં આવ્યું નવું ફીચર
- દેશમાં મુસાફરી કરનાર લોકોને મળશે રાહત
- વેક્સિનેશનને લઈને મળશે વધારે જાણકારી
દિલ્હી:ભારતની COVID-19 કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ્લિકેશન આરોગ્ય સેતુએ પ્લેટફોર્મ પર નોંધાયેલા વપરાશકર્તાઓના વેક્સિનેશન સ્ટેટ્સને ડિસ્પ્લે કરવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે. અહીં એપ્લિકેશન એવા યુઝર્સ માટે બ્લુ શીલ્ડ અને બ્લુ ટિક બતાવશે જેણે બંને ડોઝ લીધા છે.તો બીજી બાજુ, આંશિક રૂપથી રસી અપાયેલા લોકો માટે બીજો રંગ દેખાશે.
બ્લૂ ટિક યુઝર્સને રસી લીધાના 14 દિવસ બાદ દેખાશે. અહીં કોવિન ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ વેક્સિનેશન સ્ટેટ્સને વેરીફાઈ કરવા માટે કરવામાં આવશે. આ પછી કોઈ યુઝર્સને શીલ્ડ અને ટીક દેવામાં આવશે. અહીં જે લોકોએ એક ડોઝ લીધો છે,તેમના હોમ સ્ક્રીન પર વેક્સિનેશન સ્ટેટ્સમાં સિંગલ બ્લૂ બોર્ડર બતાવશે. તો,ત્યાં તેઓને સિંગલ ટિક પણ દેખાશે.
હવેથી એપમાં યુઝર્સે રિવાઈઝ્ડ સેલ્ફ એસેસમેન્ટ લીધું નથી, તો તેઓને અપડેટ ધ વેક્સિનેશન સ્ટેટ્સનો પણ વિકલ્પ મળશે. આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં સેલ્ફ એસેસમેન્ટ કર્યા પછી, યુઝર્સએ કોરોનાનો એક પણ ડોઝ લીધો નથી તો તેમણે ટેબ ઓફ partially vaccination/vaccinated (unverified) હોમ સ્ક્રીન પર બતાવશે.