Site icon Revoi.in

વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર,જાણો

Social Share

વોટ્સએપ હંમેશા પોતાની એપ્લિકેશનમાં કોઈને કોઈ ફીચર લાવતું જ રહેતું હોય છે, પણ હવે કંપની દ્વારા એવું ફીચર એડ કરવામાં આવી રહ્યું છે કે જે સૌ કોઈને પસંદ આવી શકે છે.

વોટ્સએપ ફીચર્સને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoના રિપોર્ટ અનુસાર, આ ફીચર iOS અને Android બંને પર ડેવલપ કરવામાં આવી રહ્યું છે. ન્યૂઝ એજન્સી IANS અનુસાર, આ ફીચર યુઝર્સને વીડિયો કૉલ દરમિયાન એકસાથે વીડિયો અને મ્યુઝિક ઑડિયો સાંભળવાની મંજૂરી આપીને મલ્ટિમીડિયા સહયોગને વધારશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “અમારા મતે, આ ફીચર વીડિયો કૉલ્સમાં નવીનતાના નવા સ્તરને ઉમેરીને વપરાશકર્તાના અનુભવને બહેતર બનાવવા માટે વોટ્સએપની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે મેસેજિંગ અને કોમ્યુનિકેશન એપ્સના સ્પર્ધાત્મક લેન્ડસ્કેપમાં વોટ્સએપને અલગ પાડે છે.”

જો કે ઉલ્લેખનીય છે કે, વપરાશકર્તાઓના અનુભવને બહેતર બનાવવા માટે, મેટા-માલિકીનું વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર નવા ફેરફારો કરતું રહે છે.
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. કૌટુંબિક હોય કે ઓફિસનું કામ હોય, તે દરેક જગ્યાએ વાતચીતનું સરળ માધ્યમ બની ગયું છે.

વોટ્સએપ તેના વપરાશકર્તાઓ માટે નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. આનાથી યુઝર વીડિયો કૉલ દરમિયાન મ્યુઝિક ઑડિયો શેર કરી શકશે.