ઈન્સ્ટાગ્રામમાં વીડિયોને લઈને આવી શકે છે નવું ફીચર,આ હશે તેની ખાસિયત
ઈન્સ્ટાગ્રામમાં પણ કેટલાક બદલાવ જોવા મળતા હોય છે, હંમેશા થોડા દિવસના અંતરમાં કોઈને કોઈ તો ફરક જોવા મળતો જ હોય છે પરંતુ હવે કંપની દ્વારા નવુ ફીચર લાવવામાં આવી રહ્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે યુઝર્સ વીડિયોને પણ રીલ્સની જેમ પોસ્ટ કરી શકશે.
મીડિયા રિપોર્ટ અનુસાર મેટા-માલિકીના પ્લેટફોર્મે ટેકક્રંચને પુષ્ટિ આપી છે કે ફેરફાર Instagram પર વીડિઓ સામગ્રી પોસ્ટ કરવાનું સરળ બનાવશે. મેટાના પ્રવક્તાએ ટેકક્રંચને ઈમેલ કરેલા જવાબમાં જણાવ્યું હતું કે તેઓ Instagram પર વીડિયો અનુભવને સરળ બનાવવા અને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તે ક્રમમાં ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. Instagram એ પણ સ્પષ્ટ કર્યું નથી કે તે પ્લેટફોર્મ પર હાલના વીડિયોને કેવી અસર કરશે.
જો એકાઉન્ટ ખાનગી પર સેટ કર્યું હોય, તો માત્ર ફોલોઅર્સ જ રીલ્સ શોધી શકે છે. તે એમ પણ જણાવે છે કે એકવાર તમે પ્લેટફોર્મ પર પબ્લિક રીલ પોસ્ટ કરો, પછી કોઈપણ તેનો ઉપયોગ રિમિક્સ બનાવવા માટે કરી શકે છે. જો કે, વપરાશકર્તાઓ પાસે સેટિંગ્સમાંથી રિમિક્સિંગને બંધ કરવાનો વિકલ્પ હશે. આ ફેરફારો લાગુ કરવામાં આવશે કે નહીં તે અંગે હાલ કોઈ માહિતી નથી.