ઇટાલીમાં નવી સરકારની રચના,જ્યોર્જિયા મેલોની પ્રથમ મહિલા વડા પ્રધાન બનશે
- ઇટાલીમાં નવી સરકારની રચના
- જ્યોર્જિયા મેલોની પ્રથમ મહિલા વડા પ્રધાન બનશે
- મેલોની અને તેમની કેબિનેટ આજે લેશે શપથ
દિલ્હી:ઇટાલીમાં જ્યોર્જિયા મેલોનીએ શુક્રવારે નવી ગઠબંધન સરકારની રચના કરી.બીજા વિશ્વયુદ્ધના અંત પછી પ્રથમ વખત દેશમાં દક્ષિણપંથી ગઠબંધન સરકાર રચાઈ છે.મેલોની ઈટાલીની પ્રથમ મહિલા વડાપ્રધાન હશે.
રાષ્ટ્રપતિ ભવનના એક અધિકારીએ જણાવ્યું હતું કે,મેલોની અને તેમની કેબિનેટ શનિવારે શપથ લેશે. મેલોનીની નવ-ફાસીવાદી પાર્ટી, બ્રધર્સ ઑફ ઇટાલી, ગયા મહિને ઇટાલીની સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનાર પક્ષ તરીકે ઉભરી આવી હતી.