Site icon Revoi.in

4 જૂને દેશમાં ઇન્ડિયા ગઠબંધનની નવી સરકાર બનશે, મલ્લિકાર્જુન ખડગેએ કર્યો દાવો

Social Share

‘જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદાય આપવાનો નિર્ણય કર્યો છે’ આ શબ્દો છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના..તેમણે કહ્યું કે INDIA ગઠબંધન 4 જૂને નવી સરકાર બનાવશે.
લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાના મતદાનની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું ચાર તબક્કાની લોકસભા ચૂંટણી પછી INDIA ગઠબંધન મજબૂત સ્થિતિમાં છે. . રાજધાનીમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષે આ ટિપ્પણી કરી હતી.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સમગ્ર દેશના વાતાવરણને જોઈને અમે કહી શકીએ છીએ કે, INDIA ગઠબંધન 4 જૂને નવી સરકાર બનાવી રહ્યું છે. તેમણે કહ્યું, 2024ની ચૂંટણી સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે. આ લોકશાહી અને બંધારણને બચાવવાની ચૂંટણી છે. આ વિચારધારાની ચૂંટણી છે. એક તરફ ગરીબોના પક્ષમાં લડી રહેલા પક્ષો એક થઈને લડી રહ્યા છે. બીજી તરફ અમીરોના પક્ષમાં લડી રહેલા લોકો છે.

મોંઘવારી અને બેરોજગારી સામે ચૂંટણી લડી રહ્યા છીએઃ ખડગે

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, અમારી લડાઈ ગરીબો વતી છે. જેમને એક સમયનું ભોજન નથી મળતું, જેમને નોકરી નથી મળતી. ડિગ્રી અને ડિપ્લોમા કર્યા પછી પણ જેમને નોકરી નથી મળી રહી. સરકારી નોકરીઓમાં અનેક જગ્યાઓ ખાલી છે, તે જગ્યાઓ ભરવાની છે, કેન્દ્ર સરકાર ખાલી જગ્યા ભરવા તૈયાર નથી. ખડગેએ વધુમાં કહ્યું, INDIA ગઠબંધન બેરોજગારી અને મોંઘવારી સામે લડી રહ્યું છે. આપણે બધાએ લોકશાહીને બચાવવા માટે કામ કરવું જોઈએ, નહીં તો આપણે ગુલામીમાં જઈશું. દરેકને મત આપવાનો અધિકાર છે. જો લોકશાહી નહીં હોય તો સરમુખત્યારશાહી હશે. તો તમે કેવી રીતે મત કરશો ?

ખડગેએ માધવી લતા પર નિશાન સાધ્યું

ભાજપ પર મોટો આરોપ લગાવતા કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે, જ્યાં BJPના લોકો મજબૂત છે ત્યાં વિપક્ષના લોકોને નામાંકન ભરવાથી પણ રોકવામાં આવી રહ્યા છે. ચૂંટણી એજન્ટોને ડરાવવામાં આવી રહ્યા છે. ખડગેએ હૈદરાબાદમાં ભાજપના ઉમેદવાર માધવી લતા દ્વારા ID ચેકિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. માધવીનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, હૈદરાબાદમાં એક મહિલા ઉમેદવાર બુરખામાં જોઈ રહી હતી. આવા સંજોગોમાં નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણીઓ થઈ શકે નહીં.