અમદાવાદઃ મોરબીમાં કેન્દ્ર સરકાર પાસેથી મેડિકલ કોલેજ માટે મંજૂરી માંગી હતી. આજે કેન્દ્ર સરકારે પત્ર લખીને આ વર્ષથી 100 બેઠક સાથેની મેડિકલ કોલેજની મંજૂરી આપી છે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે એઈમ્સ માટે જરૂરી જમીન ફાળવી આપી છે. તેમજ રસ્તા માટેની કામગીરી મંજુરી કરી છે. જેથી ટુંક સમયમાં તેનું શિલાન્યાસ આગામી દિવસોમાં વડાપ્રધાનના હસ્તે થાય તેવી શકયતા છે. આમ ટુંક સમયમાં એઈમ્સનું બાંધકામ શરૂ થશે.
રાજ્યના સરકારી હોસ્પિટલના 2 હજાર ઇન્ટર્ન ડોક્ટર્સ સરકારથી નારાજ થયા છે. અન્ય રાજ્યો કરતા ગુજરાતની સરકરી મેડિકલ કોલેજમાં MBBS ઇન્ટર્નનું સ્ટાઈપેન્ડ ઓછું મળતા હડતાળનું શાસ્ત્ર ઉગામ્યુ છે. આ મુદ્દે નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની હડતાળ બિનકાયદેસર છે જે વિદ્યાર્થીઓ હડતાળ પાછી નહીં ખેંચે તો આવતીકાલથી તેમની ગેરહાજરી પૂરવામાં આવશે અને ગેરહાજર રહેશે તેને પીજીમાં એડમિશન નહીં મળે.