Site icon Revoi.in

સાયબર ઠગાઈની નવી તરકીબ, ધર્મના નામે નિશાન બનાવીને કરાય છે છેતરપીંડી

Social Share

લખનૌઃ સાયબર ઠગ હવે ધર્મના આધારે લોકોને નિશાન બનાવી રહ્યા છે. એક નવો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ધર્મને છેતરપિંડીનો આધાર બનાવવામાં આવી રહ્યો છે. આ ઘટનાથી સાયબર ગુનેગારોની ચાલાકી અને વિચારસરણીનું નવું સ્વરૂપ બહાર આવ્યું છે. આ વખતે, ઠગોએ તેમની ધાર્મિક ઓળખના આધારે લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આ મામલો યુપીના ગાઝિયાબાદનો છે, જ્યાં આ વખતે સાયબર ઠગોએ એક વ્યક્તિને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સવારે તેમને એક ફોન આવ્યો હતો, આ કોલ ટેલિકોમ વિભાગના નામે આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે, આગામી બે કલાકમાં તેમના ફોન સાથે જોડાયેલા તમામ નંબર બ્લોક થઈ જશે. વધુ માહિતી માટે નવ નંબરનું બટન દબાવો. જ્યારે તેણે નવ નંબરનું બટન દબાવ્યું, ત્યારે એક મહિલા ટેલિકૉલરે પોતાની જાતને ટેલિકોમ વિભાગ તરીકે ઓળખાવી અને સમસ્યા વિશે પૂછ્યું.

પીડિતએ જણાવ્યું કે, તેને જાણ કરવામાં આવી છે કે આગામી બે કલાકમાં તેનો ફોન નંબર બ્લોક કરી દેવામાં આવશે, તે જાણવા માંગે છે કે આવું કેમ કરવામાં આવશે. મહિલાએ તેમને નામ પૂછીને વધુ માહિતી આપવાનું કહ્યું, તેની વાત કરવાની રીતથી છેતરપિંડી થવાની સંભાવનાને સમજીને તે વ્યક્તિએ સ્માર્ટ પગલું ભર્યું હતું. જેના કારણે તેણે જાણીજોઈને પોતાનું નામ મોહમ્મદ અકરમ જાહેર કર્યું હતું. મોહમ્મદ અકરમનું નામ સાંભળીને મહિલાએ પૂછ્યું કે શું તમે મુસ્લિમ છે અને તેણે હા પાડી. આ પછી, મહિલા ટેલીકોલર, પોતાને મુસ્લિમ ગણાવતા, પુરુષને કોલ ડિસ્કનેક્ટ કરવા કહ્યું હતું. તેણે કહ્યું કે આ કોલ તમારા માટે નથી. આ ઘટનાનો પુરાવો કોલ રેકોર્ડિંગમાં મળ્યો છે, જેમાં સાયબર ઠગ પહેલા વ્યક્તિનું નામ પૂછ્યું અને પછી તેના ધર્મની પુષ્ટિ કરી હતી. તરત જ વ્યક્તિએ પોતાનું નામ મુસ્લિમ જણાવ્યું હતું. ઠગે તેમને કહ્યું કે “આ કોલ તમારા માટે નથી”. આ પછી તરત જ કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. પીડિતનું કહેવું છે કે, તેનું મુસ્લિમ નામ આપીને તે છેતરપિંડીનો શિકાર બનવાથી બચી ગયો.