Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં કુખ્યાત નક્સલવાદી સુરક્ષાદળો સાથેની અથડામણમાં ઠાર મરાયો

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને પોલીસ દ્વારા અસમાજીક તત્વો અને દેશ વિરોધીતત્વોની સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મધ્યપ્રદેશના બાલાઘાટમાં સુરક્ષા એજન્સીએ કુખ્યાત નક્સલવાદીને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. આ નક્સલવાદી ઉપર પોલીસ દ્વારા 14 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર એમપીનું બાલાઘાટ દાયકાઓથી નક્સલવાદી સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. જિલ્લામાં વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નક્સલવાદને નાબૂદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન હોકફોર્સે 14 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો એક નક્સલીને ઠાર માર્યો હતો. મૃતકની ઓળખ 25 વર્ષીય નક્સલવાદી કમલુ તરીકે કરવામાં આવી હતી, જે નક્સલવાદી જૂથ TADA દાડેકસાનો સક્રિય સભ્ય હતો. જેના પર 14 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

આ ઘટના 29 મી સપ્ટેમ્બરની સવારે બની હતી, જ્યારે SDG બિરસા હોક ફોર્સ વહેલી સવારે રૂપઝર પોલીસ સ્ટેશન હેઠળના કુંડલ-કોડ્ડાપર અને સોનગુડા જંગલોમાં જંગલની શોધ દરમિયાન નક્સલવાદીઓનો સામનો કર્યો હતો. નક્સલવાદીઓ દ્વારા સૈનિકો પર કરવામાં આવેલા ગોળીબારના જવાબમાં હોકફોર્સે કરેલા ગોળીબારમાં નક્સલવાદી કમલુનું મોત થયું હતું. આ વર્ષની આ ત્રીજી મોટી સફળતા છે. ગયા વર્ષે બાલાઘાટ પોલીસે 6 મોટા નક્સલીઓને ઠાર કર્યા હતા. મધ્યપ્રદેશમાં નક્સલવાદને નાથવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા માટે અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે.