Site icon Revoi.in

પંજાબ બોર્ડર પરથી પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડવામાં આવ્યો

Social Share

દિલ્હીઃ- દેશની સરહદો પર સતત આતંકીઓની નજર રહેલી હોય છે પાકિસ્તાનીઓ દ્રારા સતત ઘૂસમખોરીના પ્રયોસો કરવામાં આવતા હોય છે ત્યારે  બોર્ડર સિક્યુરિટી ફોર્સ  એ ગુરુવારે બપોરે પંજાબના ગુરદાસપુર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી હતી

જાણકારી પ્રમાણે ઘુસણખોર પાકિસ્તાનના સિયાલકોટનો રહેવાસી છે. તેની ઓળખ અમીર રઝા તરીકે કરવામાં આવી છે. બોર્ડર આઉટ પોસ્ટ નિક્કામાં ઘૂસણખોરી કરતા બીએસએફ જવાનોએ તેને ઝડપી લીધો હતો. ઘુસણખોરની વધુ પૂછપરછ ચાલી રહી છે. છેલ્લા બે દિવસમાં આ બીજી ધરપકડ છે.

આ પહેલા પણ બુધવારે રાત્રે, પંજાબના અમૃતસર સેક્ટરમાં રાજાતાલ બોર્ડર ચોકી પર તૈનાત બીએસએફની 144 બટાલિયનના જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને પકડ્યો હતો. બીએસએફએ કહ્યું કે સૈનિકોએ ઘૂસણખોરી પર ગોળીબાર કર્યો અને બાદમાં તેની ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે સરહદો પર સેનાના જવાનો ખડે પદે રહીને આ પ્રકારની ઘટનાઓને રોકી રહ્યા છે.