નવી દિલ્હીઃ પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ મોટો દાવો કર્યો છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી તેમની ભારત મુલાકાત દરમિયાન તેમને પાંચ વખત મળ્યા હતા અને જે ગુપ્ત માહિતી મળી હતી અને આ માહિતી આઈએસઆઈને આપી હતી. પાકિસ્તાની પત્રકારના આ ખુલાસા બાદ હવે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને કોંગ્રેસ પર અનેક અનેક અણીયારા સવાલો કર્યાં હતા.
તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ આ મુદ્દે મૌન સેવી રહી છે. સોનિયા ગાંધીને સવાલ એ છે કે તમે શેર કરો કે આ પાકિસ્તાની પત્રકારને કેવી રીતે બોલાવવામાં આવ્યો અને તેમને શું માહિતી આપવામાં આવી? સોનિયા ગાંધી અને હામિદ અંસારીએ જણાવવું પડશે કે તમે નુસરત મિર્ઝાને કઈ સત્તાવાર કે બિનસત્તાવાર માહિતી આપી.
(PHOTO-FILE)