1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઘેંટા ચરાવતો પાકિસ્તાની કિશોર રણમાં રસ્તો ભૂલીને કચ્છના વિઘાકોટ બોર્ડર આવી ચઢ્યો
ઘેંટા ચરાવતો પાકિસ્તાની કિશોર રણમાં રસ્તો ભૂલીને કચ્છના વિઘાકોટ બોર્ડર આવી ચઢ્યો

ઘેંટા ચરાવતો પાકિસ્તાની કિશોર રણમાં રસ્તો ભૂલીને કચ્છના વિઘાકોટ બોર્ડર આવી ચઢ્યો

0
Social Share

ભૂજ : કચ્છની પાકિસ્તાન સાથેની બોર્ડર પર રાત-દિવસ બીએસએફના જવાનો ચોકી પહેરો કરી રહ્યા છે. આ વિસ્તારમાં અફાટ રણ આવેલુ છે. બન્ને સરહદી વિસ્તારના ગામડાં દુર દુર સુધી આવેલા છે. ઘણી વખત પાકિસ્તાનના સરહદી વિસ્તારના ગામડાંના પશુ પાલકો રસ્તો ભૂલીને કચ્છની સરહદ સુધી આવી જતા હોય છે.

તાજેતરમાં એક 15 વર્ષીય કિશોર કચ્છની બોર્ડર સુધી આવી ગયો હતો.  ઘેટાં-બકરાં ચરાવતાં પાકિસ્તાની  કિશોર રણમાં ભટકી જઈ કચ્છ આવી ચઢવાની ઘટના અવાર-નવાર બનતી હોય છે. પાકિસ્તાનનો માલધારી કિશોર ઘેટાં-બકરાં ચરાવતાં ચરાવતાં રણમાં રસ્તો ભટકી જઈને કચ્છ સરહદમાં  ચઢી આવ્યો હોવાનો બનાવ બન્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના સરહદ પર  15 વર્ષનો કિશોર જોવા મળતા બીએસએફના જવાનોએ કિશોરને પડકારતા તે બીએસએફના શરણે આવી ગયો હતો. BSF બોર્ડર સિક્યોરિટી ફોર્સે આ તરુણની પ્રાથમિક પૂછતાછ કરી હતી. હાલ આ કિશોરને ખાવડા પોલીસ મથકે સુપરત કરી દીધો છે.

કચ્છના રણ સરહદ નજીકના ગામનો વતની 15 વર્ષીય કિશોર ઘેટાં-બકરાં ચરાવતાં ચરાવતાં રણ સરહદે દિશાભ્રમ થયો હતો. રસ્તો ભટકી જઈને વિઘાકોટ નજીક બોર્ડર પીલર નંબર 1099 પર આવી ચઢ્યો હતો.  બીએસએફએ તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી માચીસના બાકસ સિવાય કશી શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હતી. ખાવડા પીએસઆઈ જે.પી.સોઢાએ કિશોરને જેઆઈસી મોકલવા તજવીજ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code