- રાજૌરીમાંથી પકડાયેલા આતંકીનું મોત
- સેનાએ જીવ બનચાવવા આપ્યું હતુ બ્લડ
- હાર્ટ એટેકના કારણે થયુ મોત
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં અંદાજે 15 દિવસ પહેલા એક પાકિસ્તાની આતંકી ઘુસણખોરી કરતા સેનાની ગોળીથી ઘાયલ થયો હતો અને સેનાના જવાનોએ તેને કપડી પાડ્યો હતો ,જો કે સેનાએ તેને હોસ્પિટલમાં દાખલ કરીને તેની સારવાર પમ કરાવી હતી આ સાથે જ લોહીની જરુર પડતા તેને લોહી પણ આપવામાં આવ્યું હતું જો કે હવને માહિતી મળી રહી છે કે આતંકીનું હાર્ટએટેકના કારણે વિતેલા દિવસે મોત નિપજ્યું છે.
વિતેલા દિવસને શનિવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાની એક સૈન્ય હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી આ આતંકીનું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ના કોટલીના સબઝકોટ ગામનો રહેવાસી તબારક હુસૈન છેલ્લા છ વર્ષમાં બીજી વખત 21 ઓગસ્ટે સરહદ પારથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતી વખતે ગોળી વાગતા સેનાના હાથે ઝડપાયો હતો
ઉલ્લેખનીય છે કે લશ્કર-એ-તૈયબા (LeT) ના પ્રશિક્ષિત સભ્ય અને પાકિસ્તાની સૈન્યના એજન્ટ હુસૈનને ભારતીય સેનાના જવાનોએ ગોળી મારી દીધી હતી જ્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેની સર્જરી કરવામાં આવી અને સૈનિકોએ તેનો જીવ બચાવવા માટે ત્રણ યુનિટ રક્તનું દાન કર્યું.જો કે સારવાર તો મળી હતી પરંતુ વિતેલા દિવસે હ્દય રોગનો હુમલો આવતો તેણે જીવ ગુમાવ્યો હતો.