Site icon Revoi.in

સોમનાથ મંદિર પાસે છેલ્લા 8 દિવસથી આંટાફેરા મારતો દીપડો આખરે પાંજરે પુરાયો

Social Share

વેરાવળઃ સોમનાથ મંદિર વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી દીપડો આંટાફેરા મારી રહ્યો હતો. તેથી પ્રવાસીઓમાં પણ ભય વ્યાપી ગયો હતો. આથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. પ્રવાસીઓની સુરક્ષાને લઈને વન વિભાગે ત્વરિત કામગીરી હાથ ધરીને દીપડાને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હતા. અને આખરે દીપડા પાંજરે પુરાયો હતો. દરમિયાન વન વિભાગે સોમનાથ ટ્રસ્ટને વિનંતી કરી છે. કે, સોમનાથ ટ્રસ્ટની જગ્યામાં બાવળોનું જંગલ ઊભુ થયું છે. તેને દુર કરવાની જરૂર છે.

સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 8 દિવસથી દીપડાની દહેશતને કારણે પ્રવાસીઓ અને આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો ભારે મૂંઝવણમાં મુકાયા હતા. ગત 18મી મેના દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વન વિભાગને પત્ર દ્વારા જાણ કરીને સોમનાથ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં દીપડાના આટા ફેરા વધી રહ્યા છે તેને કારણે દીપડાને પાંજરે પુરવા માટે વન વિભાગ ને લેખિતમાં જાણ કરી હતી. ત્યારબાદ વન વિભાગે દીપડાને પાંજરે પુરવા માટે કામગીરી શરૂ કરી હતી જેમાં 9મા દિવસે દીપડાને પાંજરે પુરવા વન વિભાગને સફળતા મળી છે.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારને સોમનાથ મંદિર ટ્રસ્ટ સ્વચ્છ બનાવે તો દીપડાનું રહેઠાણ કાયમી ધોરણે દૂર થઈ શકે છે તેવી વિનંતી સોમનાથ ટ્રસ્ટને વન વિભાગે કરી છે. સોમનાથ મંદિરની જગ્યામાં જે બાવળોનું જંગલ ઊભું થયું છે તેને તાકીદે સાફ કરવામાં આવે તો દીપડાનું કુદરતી રહેઠાણ કાયમી ધોરણે દૂર થઈ જઈ શકે તેમ છે.