મોરબીમાં નિર્માણધીન મેડિકલ કોલેજની ઈમારતનો એક ભાગ ધરાશાયી
અમદાવાદઃ મોરબીમાં નિર્માણધીન મેડિકલ કોલેજની ઈમારતનો એક ભાગ ધરાશયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં પાંચ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ઈમારતમાં રાતના કામ ચાલી રહી હતી ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ બનાવની જાણ થતા કોલેજના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. એક શ્રમજીવી કાળમાટ નીચે ફસાયો હતો અને તેને બચાવવા માટે મોડી રાત સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
મોરબી ફાયરબ્રિગેડના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાતના ફાયરબ્રગેડને જાણ થતા ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. વહેલી સવારે કાટમાળ નીચે ફસાયેલા શ્રમજીવીને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા ભાજપના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ દૂર્ઘટના દુઃખદ છે અમે સરકારને અરજ કરી શું કે, આ ઘટનામાં જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ.