- વિદેશથી સોનુ લાવવાનો વધતચો ક્રેઝ
- એક યુવક સપ્પલમાં સોનું સંતાડીને બેંગલુરુ પહોચ્યો
બેંગલુરુઃ- આજકાલ વિદેશની દેશમાં સોનુ ગમે તે રીતે લાવવાની ઘટનાઓ વધતી જઈ રહી છએ થોડા દિવસ પહેલા એક યુવક ટેપ પટ્ટીની મદદથી પગમાં સંતાડીને સોનુ લાવ્યો હતો ત્યારે હવે એક આવીજ ઘટના બેંગલુરુ એરપોર્ટ પરથી સામે આવી છે જેમાં યુવક બેંગકોકથી ચપ્પલમાં સોનુ સંતાડીને આવતા ઝડપાયો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા બેંગકોકથી બેંગ્લોર પહોંચેલા એક યાત્રીનું ચેકંગ કરતા સમયે તેના ચપ્પલમાંથી 69.40 લાખ રૂપિયાની કિંમતનું 1.2 કિલો સોનું મળી આવ્યું છે.આ ઘટના મામલે કસ્ટમ વિભાગે જણાવ્યું કે બેંગકોકથી બેંગ્લોર પહોંચેલા પેસેન્જરે જે રીતે ચપ્પલમાં સોનું છુપાવ્યું તે ઘણું આશ્ચર્યજનક હતું. જોકે કાર્યવાહી કરીને સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
હવે આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કસ્ટમ ઓફિસર યાત્રીવના ચપ્પલમાંથી સોનાના બિસ્કીટ કાઢતા જોવા મળી રહ્યા છે. ઇન્ડિગો એરવેઝની ફ્લાઇટમાં બેંગકોકથી બેંગલુરુ પહોંચેલા યાત્રીને ચેકિંગ માટે રોકવામાં આવ્યા હતા, એમ કસ્ટમ અધિકારીએ આજરોજ બુધવારે આ અંગેની માહિતી આપી હતી.
ઘટના 12 માપ્ચની છે જ્યારે બેંગકોકથી બેંગલુરુ પહોંચેલા એક મુસાફરને બેંગલુરુ કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ અધિકારીઓએ અટકાવ્યો હતો.જ્યા તેની ચોરી ઝડપાઈ હતી.જો કે, પૂછપરછ કરતા તે વ્યક્તિએ તબીબી કારણોથી યાત્રા કરતો હતો તેમ કહ્યું પરંતું યાત્રી કોઈપણ માન્ય તબીબી દસ્તાવેજો પ્રદાન કરવામાં અસમર્થ હતો, જેણે અધિકારીઓને શંકા ઊભી કરી હતી. એટલા માટે મુસાફરોની તપાસ કરવામાં આવી હતી. શરીરની તપાસ અને તેની થેલી અને ચપ્પલનું સ્કેનિંગ કરતાં જાણવા મળ્યું કે તેણે મુસાફરી દરમિયાન જે ચપ્પલ પહેર્યા હતા તે સોનાના કટકામાં સંતાડેલા હતા. ચપ્પલ કાપવામાં આવ્યા હતા તેમા સોનું નિકળ્યું