અમદાવાદઃ કચ્છના દરિયામાં જખૌ નજીક આઠ પાકિસ્તાનીઓને રૂ. 150 કરોડથી વધુની કિંમતના હેરોઈન સાથે કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધા હતા. આરોપીઓની તપાસમાં આ જથ્થો પંજાબ મોકલાવવાનો હોવાનું ખૂલ્યું છે. તેમજ હાજી નામની વ્યક્તિની સંડોવણી આવતા સુરક્ષા એજન્સીઓને આ અંગે ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. પોલીસે આરોપીઓને અદાલતમાં રજૂ કરીને 12 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય જળસીમામાંથી આઠ પાકિસ્તાની નાગરિકોને સુરક્ષા એજન્સીએ ઝડપી લીધા હતા. તેમની બોટની તપાસ કરતા અંદરથી 30 કિલો હેરોઈનનો જથ્થો મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ પ્રકરણમાં પોલીસે ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવા તપાસ આરંભી છે. તમામ આરોપીને ભુજની સ્પેશીયલ કોર્ટમાં રજુ કરાયા હતા. તપાસ એજન્સી દ્રારા 14 દિવસના રીમાન્ડની માંગ કરી હતી જેમાં તપાસની ગંભીરતાને ધ્યાને લઇ કોર્ટે તમામ 8 પાકિસ્તાની ધુસણખોરના 12 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.
ઇબ્રાહીમ હૈદરી બંદર નજીકના દરિયા કિનારેથી આ જથ્થો લઇ તેઓ નિકળ્યા હતા. અને ગુજરાતમાં આ જથ્થો ઉતારવાનો હોવાનુ પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ છે. પરંતુ તેના કનેકશન કેટલા ઉંડા છે તેની પુછપરછ માટે રીમાન્ડ મેળવાયા હતા. તપાસનીસ વિવિધ એજન્સીઓએ કેટલીક મહત્વની માહિતી તો મળી છે. પરંતુ હજુ તપાસમા ધણા મુદ્દાઓ છે. જેની વિગતો મેળવવાની બાકી છે. આ જથ્થો ક્યા ઉતારવાનો હતો તે તો સામે આવ્યુ નથી પરંતુ કચ્છ અથવા ગુજરાતના કોઇ દરિયે આ જથ્થો ઉતારવાનો હોવાનુ અનુમાન છે. 8 પાકિસ્તાની ધુસણખોરની પુછપરછમાં તેઓ કોઇ હાજી નામના વ્યક્તિનુ નામ આપી રહ્યા છે. પોલીસે તેની પણ તપાસ શરૂ કરી છે.