Site icon Revoi.in

ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ખોટી ધમકી આપનાર હવે 5 વર્ષ સુધી હવાઈ મુસાફરી નહીં કરી શકે

Social Share

નવી દિલ્હીઃ દેશમાં કેટલાક સમયથી એરપોર્ટ અને વિમાનમાં બોમ્બની ધમકીની ફરિયાદો વધી છે. જો કે, મોટાભાગની ધમકીઓ અફવા સાબિત થઈ છે. જો કે, આવી અફવાઓને પગલે મુસાફરો અને ઓરપોર્ટ ઓથોરિટીને ભારે હાલાકીનો સમાનો કરવો પડે છે. આવા બનાવોને અટકાવવા માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) ના ડીજી ઝુલ્ફીકાર હસને જણાવ્યું હતું કે, આવી ઘટનાઓની વધતી જતી સંખ્યાએ એજન્સીને દોષિતો સામે પગલાં લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને આવી ખોટી ધમકીઓ આપનારાઓને પાંચ વર્ષ સુધી નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવશે.

બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના ડીજી ઝુલ્ફીકાર હસને જણાવ્યું હતું કે તાજેતરમાં મોટી સંખ્યામાં એરપોર્ટ પર વિસ્ફોટક છુપાયેલા હોવાના ધમકીભર્યા સંદેશા મળ્યા હતા. જો કે, જ્યારે તે તમામ વિમાનોની તપાસ કરવામાં આવી ત્યારે તે તમામ નકલી હોવાનું બહાર આવ્યું હતું. ખોટી અફવાઓ ફેલાવીને વાતાવરણ બગાડનારા લોકો સામે પગલાં લેતા, દેશભરમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે DG ઝુલ્ફીકાર હસને કહ્યું કે અન્ય કેસોમાં પણ તપાસ ચાલી રહી છે અને અન્ય ધરપકડ પણ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકોના તોફાનને કારણે ફ્લાઈટ્સ મોડી ઉપડે છે અને તેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલી પડે છે.