એક ફોન કોલ અને સમગ્ર અયોધ્યામાં મચી ગયો ખળભળાટ,જયારે રામજન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
લખનઉ:અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે, જે બાદ હોબાળો મચી ગયો છે.આ ધમકી ગુરુવારે મનોજ નામના વ્યક્તિને ફોન કરીને આપવામાં આવી હતી.
મનોજ કુમાર અયોધ્યાના રામલીલા સદનના રહેવાસી છે અને હાલ પ્રયાગરાજમાં રહે છે. હાલ પોલીસે ધમકી આપનારની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
વાસ્તવમાં, મનોજ કુમારે પોલીસને જણાવ્યું કે, તેમને સવારે લગભગ પાંચ વાગ્યે એક ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનારે જણાવ્યું હતું કે તે દિલ્હીથી બોલી રહ્યો છે અને આગામી પાંચ કલાકમાં ગુરુવારે સવારે 10 વાગ્યા સુધી શ્રી રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.
આ માહિતી પછી, ધમકી આપનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો, ત્યારબાદ અયોધ્યાની સર્વેલન્સ ટીમ સક્રિય થઈ ગઈ.અયોધ્યા પોલીસ કોલ રેકોર્ડના આધારે ફોન કરનારની ઓળખ અને ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.સૂત્રોનું માનીએ તો રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને પકડવા માટે પોલીસની ટીમ નીકળી છે.