અમદાવાદઃ શહેરના નરોડા રિંગ રોડ પર નાના ચિલોડા નજીક પૂરફાટ ઝડપે પૂર ઝડપે આવેલી હોન્ડા કારે અન્ય એકકાર અને એક્ટિવા સ્કુટરને ટક્કર મારતા બેને ઈજા થતાં હેસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતમાં હોન્ડા અમેઝ કાર પર પોલીસ લખેલુ સ્ટીકર લગાવેલું હતુ. પોલીસે કારની તલાસી લેતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. કારનો ચાલક પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, નાના ચિલોડા નજીક પૂરપાટ ઝડપે આવેલી હોન્ડા અમેઝ કારે અર્ટિગાકાર અને એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અર્ટિગાકાર અને એક્ટિવાના ચાલક ઈજા થઈ હતી. આ અકસ્માતને લીધે આસપાસના લોકો દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને અકસ્માત કરનારા કારચાલકની અટકાયત કરી હતી. હાલ કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધાયો છે. જોકે, કારમાંથી દારુની બોટલ મળી હોવાથી તેની ફરિયાદ પણ અલગથી નોંધવામાં આવશે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નાના ચિલોડા રોડ પર એક હોન્ડા અમેઝ કાર પૂરપાટ ઝડપે આવી હતી. કાર ચાલકે ખૂબ જ સ્પીડમાં આગળ જઈ રહેલા અર્ટિંગા કાર અને એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી હતી. આ ટકકરના કારણે એક્ટિવા ચાલક 50 ફૂટ સુધી ઢસડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે અર્ટિગાકારના ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. બંનેને તુરંત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત કરનારો કારચાલક નામે ચિરાગ ગાંધીનગરમાં પોલીસની જે.એમ.ટી. શાખામાં કારકુન તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યુ છે. અકસ્માત સર્જનાર હોન્ડા અમેઝ પર ‘પોલીસ’ની નેમ પ્લેટ લાગી હતી. આ ઉપરાંત કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે.