Site icon Revoi.in

વલસાડમાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તથા જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે રેલવે મંત્રીને કરાઈ રજૂઆત

Social Share

અમદાવાદઃ લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે કરી લેખીત રજૂઆત

વલસાડ જિલ્લામાં વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પેસેન્જરોના હિતમાં વિવિધ ટ્રેનોના સ્ટોપેજ તેમજ જિલ્લાના તમામ રેલવે સ્ટેશન પર જરૂરી સુવિધાઓ અંગેની મળી રહેલી સતત રજૂઆતોની સાંસદ ધવલ પટેલે નોંધ લીધી છે. લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડમાં વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવા તેમજ વૈષ્ણોદેવી જતા યાત્રિકો માટે કટરાની વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા બાબતે લેખિત રજૂઆત કરી હતી. આ સિવાય જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો પર અનેકવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રૂબરૂ મળી વિસ્તાર પૂર્વક લેખિત રજૂઆત કરી છે.