Site icon Revoi.in

પ્રાથમિક શિક્ષકોની બદલીઓ માટે દોઢ વર્ષથી કેમ્પ ન યોજાતા શિક્ષણમંત્રીને રજુઆત

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોને લઇને છેલ્લા દોઢેક વર્ષથી ચર્ચા અને ફેરફારની વાતો કરવામાં આવે છે. પરંતુ કોઇ જ પ્રકારનું નક્કર પરિણામે નહી આવતા શિક્ષકોની બદલીઓને લઇને કોઇ નક્કર કાર્યવાહી કરવાની માંગણી સાથે શિક્ષકોએ શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. કહેવાય છે. કે, ઘણાબધા શિક્ષકો પોતાની બદલીઓની રાહ જોઈ રહ્યા છે. અને બદલી માટેના કેમ્પ યોજવાની પણ માગણી કરવામાં આવી છે. પરંતુ ભૂતકાળના કોર્ટ કેસને કારણે સરકાર નિર્ણય લઈ શકતી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થાય તે પહેલાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે તેમજ નિવૃત્ત થયેલા શિક્ષકોના કારણે શિક્ષકોની ઘટ અને વધને સરભર કરવા માટે વેકેશનમાં કેમ્પનું આયોજન કરવામાં આવે છે. પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બદલીના નિયમો ગત એપ્રિલ-2022માં બનાવવામાં આવ્યા છે. પરંતુ તેની અમલવારી યેનકેન પ્રકારે કરવામાં આવી રહી નથી. જેને પરિણામે બદલીની રાહમાં બેઠેલા હજારો શિક્ષકોને અન્યાય થઇ રહ્યો છે. ઉપરાંત બદલી થશે તેવી આશાએ હજારો શિક્ષકો ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે. ત્યારે બદલીના નવા નિયમોની અમલવારી નહી કરવામાં આવતા શિક્ષકોએ રાજ્યના શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરીને બદલીના નવા નિયમોની ઝડપી અમલવારી કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શિક્ષકોની બદલીઓમાં પારદર્શિતા જળવાય તે માટે એક વર્ષ પહેલા જ બદલીના નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ બદલીઓ કરાતી નથી. ઘણા શિક્ષક દંપત્તીઓ છે. જેઓ અલગ-અલગ સ્થળોએ નોકરી કરી રહ્યા છે. શિક્ષક પતિ-પત્ની એકજ શાળામાં નોકરી કરે તે રીતે બદલી કરવાની પણ અરજીઓ આવેલી છે. પરંતુ સરકાર દ્વારા બદલી અંગેનો કોઈ નિર્ણય લેવામાં આવતો નથી.પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોને લઇને છેલ્લા દોઢેક વર્ષથી ચર્ચા અને ફેરફારની વાતો કરવામાં આવે છે. પરંતુ નક્કર  પરિણામ ન આવતા શિક્ષકોમાં રોષ ફેલાયો છે.