Site icon Revoi.in

વડોદરાના પમ્પિંગ સ્ટેશનમાં ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરાયુ

Social Share

વડોદરાઃ શહેરમાં હવે મગરોની જેમ અજગરો પણ રોડ રસ્તાએ પર જોવા મળી રહ્યા છે.ત્યારે શહેરના  ધનીયાવી પમ્પિંગ સ્ટેશનમાં અજગર ઘૂંસી ગયો હતો. આ બનાવની જાણ થતાં સેવ વાઈલ્‍ડ લાઈફ ટ્રસ્‍ટ અને વન વિભાગની ટીમ દોડી ગઈ હતી. અને મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યુ હતું.  અજગર પમ્પિંગ સ્ટેશનમાં હોવાથી રેસ્ક્યૂ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. પરંતું રેસ્ક્યૂરરે પમ્પિંગ સ્ટેશનમાં 5.5 ફૂટના અજગરનું રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

આ અંગે સેવ વાઈલ્‍ડ લાઈફ ટ્રસ્‍ટના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અમારી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટીમના પ્રમુખ અરવિંદ પવારને કોલ મળ્યો હતો કે, મ્યુનિ. કોર્પોરેશનના ધનયાવી ખાતેના પમ્પિંગ સ્ટેશનના પ્લાન્ટમાં મોટો સાપ ઘૂંસી ગયો છે. આથી સેવ વાઈલ્ડ લાઈફની ટીમ  પહોંચી હતી. અને તપાસ કરતા ત્યાં સાપ નહોતો પણ  એક અજગર દેખાયો હતો અને તે પમ્પિંગ સ્ટેશનના સ્લેબની નીચે હતો. જેના આધારે અમે સ્લેબને તોડ્યો હતો અને મહા મહેનતે અજગરનું રેસક્યૂ કરીને વન વિભાગને સુપ્રત કર્યો હતો.

સેવ વાઈલ્‍ડ લાઈફ ટ્રસ્‍ટના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતુ કે, શહેરના વિશ્વામિત્રી નદી અને ગ્રીન બેલ્ટને કારણે સરીસૃપોને સારું વાતાવરણ મળે છે. આપણા નદી કિનારે ડેન્સિટી નથી. અમદાવાદ અને સુરત કરતાં વડોદરાનું વાતાવરણ સરીસૃપોને અનુકૂળ આવી ગયું છે. અવરનેશને કારણે પહેલાં કરતાં હવે કોલ વધારે મળી રહ્યા છે. લોકો સાપને મારતા નથી, પણ અમને કોલ કરે છે. વડોદરામાં 20 ટકા જેટલા સાપ ઝેરી છે, જ્યારે 80 ટકા જેટલા સાપ બિનઝેરી જોવા મળે છે. સૌથી વધુ સાપ ચોમાસામાં નીકળે છે. પછી ઉનાળામાં જોવા મળે છે અને શિયાળામાં સાપ દરમાં જતા રહે છે. દર વર્ષે સમગ્ર વિશ્વમાં 54 લાખ લોકોને સર્પદંશની એટલે કે, સાપ કરડવાની ઘટના બનતી હોય છે, જેમાંથી આશરે 81,000થી 1.37 લાખ જેટલા કિસ્સામાં મૃત્યુ થાય છે. વિશ્વમાં સર્પદંશના 100 પૈકી 50થી વધારે કિસ્સા એકલા ભારતમાં બને છે. મુંબઈ સ્થિત ICMRની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઈન રિપ્રોડક્ટિવ હેલ્થની માહિતી પ્રમાણે ભારતમાં વર્ષ 2000થી 2019 વચ્ચેના ગાળામાં એટલે કે, 20 વર્ષના ગાળામાં ભારતમાં સાપ કરડવાને લીધે આશરે 12 લાખ લોકોનાં મોત થયાં હતાં. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ દેશમાં સર્પદંશને હાઈ-પ્રાયોરિટી નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ તરીકે ગણાવે છે.