અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ કામગીરી કરી રહી છે. તાજેતરમાં જ પોલીસ દ્વારા કરોડનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. દરમિયાન આજે સૈયદપીર નજીકથી ચરસના બે પેકેટ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલું છે. બીજી તરફ પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ભારતમાં નશીલા દ્રવ્યો ઘુસાડવા માટે નવા-નવા પેતરા અજમાવી રહ્યાં છે. તાજેતરમાં જ કચ્છના દરિયામાં જખૌ પાસેથી કરોડોના ડ્રગ્સ સાથે નવ પાકિસ્તાની નાગરિકોને પોલીસે ઝડપી લીધા હતા. દરમિયાન સૈયદપીર પાસેથી ચરસના બે પેકેટ મળી આવ્યાં હતા. પોલીસે બંને પેસેટ તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યાં હતા. તેમજ ચરસ ક્યાંથી અને કોણ લાવ્યું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.