Site icon Revoi.in

ઊંઝાના દાસજ રોડ પરની ફેકટરીમાં નકલી જીરૂનો જથ્થો પકડાયો

Social Share

મહેસાણા: રાજ્યમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં બેફામ ભેળસેળ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે ફુડ વિભાગને ચેકિંગ ઝૂબેશની કડક સુચના આપી છે. જેમાં રાજ્યમાં શુદ્ધ ઘીના નામે નકલી કે ભેળસેળયુક્ત ઘી વેચનારા સામે જૂંભેસ ચલાવીને નકલી ઘીનો મોટો જથ્થો પકડી પાડ્યા હતો. ત્યારે મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક ફેક જીરૂ બનાવાતુ હોવાની બાતમીને આધારે જિલ્લા એલસીબી પોલીસે દરોડો પાડીને રૂપિયા 81 લાખનો શંકાસ્પદ જીરૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

મહેસાણા  જિલ્લામાં થોડા દિવસથી રોજ કંઈકને કઈક ભેળસેળ વાળા કિસ્સા સામે આવી રહ્યા છે. કોક દિવસ ઘી તો કોક દિવસ વરિયાળી, જીરું અને માવા પકડાઈ રહ્યા છે. મહેસાણા એલસીબી પોલીસ દ્વારા ઊંઝા નજીક શંકાસ્પદ નકલી જીરું અને વરિયાળી બનાવતી ફેકટરી પર રેડ પાડવામાં આવી હતી, જ્યાંથી કુલ રૂપિયા 81 લાખનું શંકાસ્પદ બનાવટી જીરું વરિયાળી સીઝ કરાયું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઊંઝાના દાસજ રોડ ગંગાપૂરા પાસે ફેકટરી અને ગોડાઉન ઝડપાયું છે. જ્યાં સૂકી વરિયાળી પર ચડાવવામાં આવતો હતો લીલો કલર, ભૂખરી વરિયાળીને લીલીછમ બનાવી કરાતું હતું મસ્ત પેકિંગ, ખરાબ ક્વોલિટી વાળા જીરું પર ગોળની રસી અને પાવડર ચડતો હતો. સ્થળ પરથી એલસીબી પોલીસે રેડ પાડીને જીરૂના સેમ્પલ  ફૂડ અને એફએસએલ વિભાગને મોકલી આપ્યા છે. સ્થળ પરથી લેવાયેલા સેમ્પલના રિપોર્ટ બાદ હકીકત માલૂમ પડશે. સમગ્ર મામલે એલસીબી પોલીસે જાણવા જોગ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.