- જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના ઈનપુટ
- પૂંછ જેવા હુમલાની શક્યતાને લઈને રેડ એલર્ટ જારી
જમ્મુ કાશ્મીર અંત્યંત સંવેદનશીલ વિસ્તાર ગણાય છે,પાડોશી દેશ પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓને અહી અઁજામ આપવાની રાહમાં હોય છે,સતત આકંી હુમલાની યોજના કરીને અહીની શાંતિ ભંગ કરવાના પ્રયાસ કરે છે,અનેક વખત અહી હુમલાઓની ઘટના બની છે ત્યારે હાલ ફરી એક વખત જમ્મુથી લઈને પઠાનકોટ સુધી આતંકી હુમલાની દહેશત વર્તાઈ રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરી અને સુરક્ષા સંસ્થાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓને આ મામલે ઈનપુટ મળ્યા છે જે બાદ પઠાણકોટથી જમ્મુના રત્નુચક સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
માહિતી અનુસાર હીરાનગર સેક્ટરની સામે, ISI અને પાકિસ્તાની એજન્સીઓ ફરી એકવાર ભારતીય સરહદમાં આતંક ફેલાવવાની યોજના પર કામ કરી રહી છે. આતંકવાદી લૉન્ચપેડ શકરગઢમાં શંકાસ્પદ લોકોની હાજરી અને તેમની નાપાક યોજનાઓને જોતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.જ્યારે સુરક્ષા કારણોસર ગલવાર પર આગામી આદેશ સુધી આર્મી પબ્લિક સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે, ત્યારે તમામ મહત્વપૂર્ણ ઇમારતો અને સંસ્થાઓની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સુરક્ષા ગ્રીડને મજબૂત બનાવવા, પેટ્રોલિંગ અને નાકાબંધી કરવામાં આવી રહી છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવાર સાંજથી બુધવાર સુધી સુરક્ષા દળોની સ્વયંભૂ હિલચાલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ સહીત હુમલાની શંકાને લઈને સુરક્ષા દળો માટે વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ સાથે સુરક્ષાના કારણોસર કઠુઆની આર્મી પબ્લિક સ્કૂલમાં આજરોજ બુધવારે રજા જાહેર કરવામાં આવી છે.
જી 20 બેઠકને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે
આ સહીતચ આ મહિનાના અંતમાં કાશ્મીરમાં જી20 વર્કિંગ ગ્રુપની બેઠકને ધ્યાનમાં રાખીને આ સ્થળને સુરક્ષિત કરવા માટે મરીન અને એનએસજી કમાન્ડો તૈનાત કરવામાં આવશે. અહીં સુરક્ષા સમીક્ષા બેઠકમાં, કાશ્મીર ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક, વિજય કુમારે જળાશયોની આસપાસ મજબૂત સુરક્ષા કવચ પ્રદાન કરવા માટે મરીન કમાન્ડોની તૈનાતીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમાં ઉમેર્યું હતું કે ડ્રોનનો સામનો કરવા માટે તમામ સ્થળોએ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ટીમો તૈનાત કરવામાં આવશે.