Site icon Revoi.in

બોલિવૂડની વર્ષ 1971માં આવેલી રાજેશ ખન્ના,અમિતાભ બચ્ચન સ્ટારર એવરગ્રીન ફિલ્મ ‘આનંદ’ની બનશે રિમેક

Social Share

મુંબઈઃ- આજકાલ બોલિવૂડ ફઇલ્મોની રિમેક બનવાની હોડ ચાલી રહી છથએ એવી સ્થિતિમાં હવે 51 વર્ષ જૂદી અમિતાભ બચ્ચન અને રાજેશ ખ્નના સ્ટારર ફઇલ્મ આનંદની રિમેક બનાવાની જાહેરતા કરવામાં આવી છે આ ફિલ્મ વર્ષ 1971 મા રિલીઝ થી હતી જેણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું

એવરગ્રીન ફિલ્મ આનંદની રિમેકની જાહેરાત કરવામાં આવી છે. તે બોલીવુડની કલ્ટ ફિલ્મોમાંની એક છે. આનંદ ફિલ્મનું નિર્દેશન હૃષીકેશ મુખર્જી દ્વારા કરવામાં આવ્યું છે. આ આનંદ ફિલ્મ અમિતાભ બચ્ચનની શરૂઆતની કારકિર્દીની હિટ ફિલ્મોમાંની એક હતી. જેમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી.

ઓરિજનલ આનંદ ફિલ્મ ગુલઝારે લખી હતી અને ઋષિકેશ મુખર્જીએ તેનું દિગ્દર્શન કર્યું હતું. તેના ગીતો , સંવાદો અને સંવેદનશીલ દૃશ્યોના કારણે તે સદાબહાર લોકપ્રિય ફિલ્મ બની ચુકી છે. જિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં સહિતના તેના અનેક સંવાદો આજે પણ એટલા જ પોપ્યુલર છે.

આનંદ ફિલ્મની રિમેક બનાવાનો નિર્ણય એનસી સિપ્પીના પૌત્ર સમીર રાજ સિપ્પીએ વિક્રમ ખખ્ખર સાથે મળીને લીધો છે. વર્ષ 1971માં એનસી સિપ્પી ફિલ્મ આનંદના નિર્માતા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ  આનંદ ફિલ્મની રિમેક સ્ક્રિપ્ટિંગ સ્ટેજ પર છે. આ સિવાય હજુ સુધી સ્ટારકાસ્ટ વિશે કોઈ ખાસ ખુલાસો કરવામાં આવ્યો નથી. આનંદ ફિલ્મની વાત કરીએ તો તેની વાર્તા બે મિત્રોની છે.

ફિલ્મમાં રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન ખૂબ સારા મિત્રો છે. પરંતુ રાજેશ ખન્ના કેન્સર જેવી ખતરનાક બિમારીથી પીડિત છે. જો કે, તે ક્યારેય તેની બીમારીને તેના જીવન પર હાવી થવા દેતો નથી. અને દરેક સમયે મુશ્કેલીઓ સાથે લડતા લોકોને તેમનું જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. બીજી તરફ અમિતાભ બચ્ચને આનંદ ફિલ્મમાં ડોક્ટરની ભૂમિકા ભજવી હતી.