Site icon Revoi.in

કચ્છના નાનારણમાં અભ્યારણ્યના નામે અગરિયાઓને પરેશાન કરવા સામે કલેકટરને રજુઆત

Social Share

ભૂજઃ કચ્છના નાનારણમાં અગરિયાઓ કાળી મજુરી કરીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે. રણ વિસ્તારમાં વર્ષોથી અગરિયા પરિવારોનો વસવાટ છે. છેલ્લા મહિનાઓથી વન વિભાગના દિકારીઓ દ્વારા અભ્યારણ્યના નામે અગરિયાઓને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. આથી વન વિભાગ દ્વારા અભયારણ્યના નામે કરાયેલી કામગીરી સામે નારાજગી દર્શાવી આજીવિકા ટકી રહે તેવી સૂચના આપવા સહિતની માંગ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતુ. અંદાજિત 400થી વધુ અગરિયાઓ દ્વારા ’અગરિયા બચાવો’ના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરીને તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.

કચ્છના રણમાં વનવિભાગ દ્વારા અગરીયાઓને ખોટી હેરાનગતિ કરવામાં આવતાં 400થી વધુ અગરિયા પરિવારોએ કચ્છ કલેકટર કચેરીએ વિવિધ બેનરો સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપી કલેકટરને રજૂઆત કરી હતી. કચ્છના નાના રણમાં વર્ષોથી મીઠું પકવી રોજગારી મેળવતા આડેસર અને સાંતલપુર વિસ્તારના અગરિયા પરિવારોએ  કલેક્ટર કચેરીએ આવી વન વિભાગ દ્વારા અભયારણ્યના નામે કરાયેલી કામગીરી સામે નારાજગી દર્શાવી આજીવિકા ટકી રહે તેવી સૂચના આપવા સહિતની માંગ સાથેનું આવેદનપત્ર આપી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી.  આ વેળાએ અંદાજિત 400 જેટલા અગરિયાઓ દ્વારા બેનરો પર અગરિયા બચાવોના સૂત્રો લખી તંત્રનું ધ્યાન દોરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટર કચેરીએ રજૂઆત માટે આવેલા કચ્છના રાપર તાલુકાના આડેસર અને પાટણના સાંતલપુર વિસ્તારના અગરિયાઓએ વન વિભાગની કામગીરી સામે ભેદભાવના આરોપ સાથે નારાજગી દર્શાવી હતી.

અગરિયાઓએ  જિલ્લા કલેકટરને આલેખી પદાધિકારીઓના બિડાણ સાથેનું આવેદનપત્ર આપ્યું હતું. આડેસર અને અગરિયા હિત રક્ષક મંડળના પત્રમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે, અગરિયા પરિવારો પરંપરાગત રીતે વર્ષોથી રણ વિસ્તારમાં મીઠું પકવી આજીવિકા રળી ગુજરાન ચલાવે છે.  પરંતુ હાલમાં વન વિભાગ દ્વારા નાના પાયે રોજગારી મેળવતા અગરિયાઓના સરકાર દ્વારા મળેલા સોલાર સિસ્ટમ અને સાધન સામગ્રી તોડી જપ્ત કરી જવાયા છે. અનેક મોટા એકમોના બદલે અગરિયાઓની જ કનડગત કરવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે વન વિભાગને યોગ્ય સૂચના આપી મીઠું પકવવાની કામગીરી ચાલુ રહે એવી રજૂઆત કરાઈ હતી.