Site icon Revoi.in

એક એવી રેસ્ટોરન્ટ જ્યાં નબળા હ્દય નાં લોકો નથી જઇ શકતા…આ છે તેનું કારણ

Social Share

આજે વાત કરીશું ભૂતની રેસ્ટોરન્ટની કે જ્યાં આવતા સૌ કોઈ ડરી જાય છે અને એટલે જ કમજોર દીલ વાળા લોકોને અહી આવવા પર પ્રતિબંધ છે. તો ચાલો જાણીએ ક્યા આવેલી છે આ ભૂતિયા રેસ્ટોરન્ટ કે જ્યાં રેસ્ટોરન્ટમાં કેમેરા, ડિજીકેમ, વિડીયો કેમેરા વગેરે પ્રતિબંધિત છે, કારણ કે તે શોને અસર કરે છે. ખાસ વાત એ છે કે અસ્થમા અને હૃદયના દર્દીઓ માટે આ રેસ્ટોરન્ટમાં જવાની સખત મનાઈ છે.

આ રેસ્ટોરન્ટમાં તમારા સ્વાગત માટે ભુત રેડી હોય છે અને તમને પીરસવા માટે પર ભૂત જ આવે છે,આ રેસ્ટોરન્ટ આવેલી છે  સ્પેનની લા માસીયા એંકાંટડામાં અહી તમામ કામદારો ભૂત બનીને પોતાની નોકરી કરે છે, તે બીલ લેવા વાળા હોય કે પછી જમવાનું પીરસવા વાળા હોય તમામ ભૂતના હુલિયામાં જ પેશ આવે છે.

 17મી સદીમાં જોસેફ મા રિએસએ માસિયા અને સૂરોકા માસિયા સેંટા રોઝા બનાવ્યા, પરંતુ આ સંપત્તિને લઇ પારિવારિક વિવાદ સર્જાયો. એક દિવસે સૂરોકા અને રિએસે કાર્ડ ઉછાળી પોતાના નસીબની બાજી રમી. રિએસ બધી સંપત્તિ હારી ગયા. એમના પરિવારે ઘર છોડી દીધું અને પરિવારે નવી સંપત્તિ ઉભી કરી.બાદમાં આ આખી ઈમારત ખંડેરમાં ફેરવાઈ ગઈ. કહેવાય છે કે આ ઈમારત બે સદીઓ સુધી ઉજ્જડ હતી અને ત્યારબાદ સુરોકાના વંશજોએ 1970માં આ ઈમારતમાં રેસ્ટોરન્ટ બનાવી હતી. તેમના પરિવારનું માનવું હતું કે આ ઇમારતને શ્રાપ લાગ્યો હતો, તેથી ત્યાંથી તેમને વિચાર આવ્યો કે માટે રેસ્ટોરન્ટને ભૂતિયા રેસ્ટોરન્ટ તરીકે ચલાવવી જોઈએ

 હોટેલના વેઈટર ભૂતની જેમ તૈયાર થઇ મહેમાનને ભોજન પીરસે છે. અહીં ભોજન પીરસવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. આ રેસ્ટોરન્ટમાં માત્ર ત્રણ કલાક જ ભોજન પીરસવામાં આવે છે. હોટલમાં માત્ર 60 સીટ છે, જેનું બુકિંગ અગાઉથી કરાવવું પડે છે.

મે રેસ્ટોરન્ટની અંદર જમવા જશો ત્યારે અહીં તમારું સ્વાગત તલવારથી અથવા લોહીથી રંગાયેલા હાસ્યથી કરવામાં આવશે. આટલું જ નહીં જમતી વખતે ગ્રાહકો માટે એક શો યોજવામાં આવે છે જે દરેકને જોઈ શકાતો નથી.