1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં CMની ઉપસ્થિતિમાં બુધવારે રાઉન્ડ ટેબલ બેઠક અને ગુરૂવારે સ્ટાર્ટઅપ કોન્કલેવ યોજાશે,
ગાંધીનગરમાં CMની ઉપસ્થિતિમાં બુધવારે રાઉન્ડ ટેબલ બેઠક અને ગુરૂવારે સ્ટાર્ટઅપ કોન્કલેવ યોજાશે,

ગાંધીનગરમાં CMની ઉપસ્થિતિમાં બુધવારે રાઉન્ડ ટેબલ બેઠક અને ગુરૂવારે સ્ટાર્ટઅપ કોન્કલેવ યોજાશે,

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-2024માં ગુજરાતની 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનુ આયોજન થવા જઈ રહ્યું છે. તેના પૂર્વે પ્રિ-વાઇબ્રન્ટ ઈવેન્ટના ભાગરૂપે ગાંધીનગર ખાતે તા. 7મી ડિસેમ્બરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં “સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023″નું આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, ગાંધીનગર ખાતે આગામી તા. 6 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી  ધર્મેન્દ્ર પ્રધાન અને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી  રાજીવ ચંદ્રશેખરની વિશેષ ઉપસ્થિતમાં એક વિશેષ રાઉન્ડ ટેબલ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ, વેન્ચર કેપિટલિસ્ટ અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.

મંત્રી  પટેલે ઉમેર્યું કે, આ રાઉન્ડ ટેબલ બેઠક અને સ્ટાર્ટઅપ કોન્કલેવમાં સ્ટાર્ટઅપ્સને વધુ સરળ અને અનૂકુળ વાતાવરણ પુરૂ પાડવાના હેતુથી નિયમનકારી સુધારા, કરવેરા પ્રોત્સાહનો અને અનુપાલન સંદર્ભે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એન્હાન્સમેન્ટ પર વધુ ભાર મૂકવામાં આવશે. ભારત અને ગુજરાતમાં વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્વિટી રોકાણની સ્થિતિની સમીક્ષા તેમજ ગુજરાતમાં વધુ રોકાણ આકર્ષવાની તકોની ચર્ચા સંદર્ભે ઇન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે.

તદુપરાંત આ કોન્કલેવમા ઇનોવેશન અને રિસર્ચ, માર્કેટ એક્સેસ, ભંડોળ અને નાણાંકીય સમાવેશ તેમજ સ્ટાર્ટઅપના ચેલેન્જિસ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, “સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-2023 ” એ સ્ટાર્ટઅપ, ઇન્વેસ્ટર્સ અને એન્જલ નેટવર્ક્સને વિચારો અને તકોના આદાન પ્રદાન માટે એકસાથે લાવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ પૂરવાર થશે. આ ઇવેન્ટમાં વિવિધ સેશન્સ, માસ્ટર ક્લાસીસ અને નેટવર્કિંગની તકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે વિવિધ રાજ્યોમાં સહયોગ, રચનાત્મકતા અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં સહાયરૂપ બનશે.

ભારત સરકારે 16મી જાન્યુઆરી 2016ના રોજ ઇનોવેશન, સ્ટાર્ટઅપ અને દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ખાનગી ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાના ઉદ્દેશ સાથે “સ્ટાર્ટઅપ ઇન્ડિયા”ની શરૂઆત કરી હતી. આ પહેલ શરૂ થઈ ત્યારથી Department for Promotion of Industry and Internal Trade (DPIIT) એ આશરે 99,000 સ્ટાર્ટઅપને માન્યતા આપી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની આ સિદ્ધિઓએ ઉદ્યોગ સાહસિકતાને ખૂબ જ વેગ આપ્યો છે. અને પરિણામે આજે ભારત વિશ્વની ત્રીજા નંબરની સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ ધરાવતા દેશ તરીકે ઉભરી આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code