Site icon Revoi.in

બિહારમાં દુઃખદ ઘટના, વીજ કરંટ લાગવાથી 8 કાવડીયોના મોત

Social Share

પટનાઃ બિહારના વૈશાલી જિલ્લાના ઈન્ડસ્ટ્રીયલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરના સંપર્કમાં આવવાથી આઠ કાવડીયોના મોત થયા છે. આ તમામ લોકો એક વાહનમાં જલાભિષેક કરવા માટે હરિહરનાથ મંદિર જઈ રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સુલતાનપુર ગામમાં બની હતી. કારણ અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ એવી આશંકા છે કે ડીજે ટ્રોલીમાં લઈ જતી વખતે 11,000 વોલ્ટનો વાયર માઈકના સંપર્કમાં આવ્યો હોઈ શકે છે, જેના કારણે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા, જ્યારે બે ગંભીર રીતે દાઝી ગયા હતા.

નાયબ પોલીસ અધિક્ષક (સદર) ઓમ પ્રકાશે જણાવ્યું કે, તમામ મૃતકો સુલતાનપુર ગામના રહેવાસી હતા. આ સાવન મહિનામાં દર રવિવારે નીકળતા. આવું જ 4 ઓગસ્ટના રોજ કર્યું અને રાત્રે લગભગ 12 વાગે ગંગાનું પાણી ભરવા અને હરિહરનાથ મંદિરમાં જલાભિષેક કરવા પહેલજા ઘાટથી બધા બહાર આવ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી.

સ્થાનિક લોકોનો આરોપ છે કે આ ઘટના બાદ તરત જ વીજળી કચેરીને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો. પોલીસે તમામ મૃતદેહોને પોતાની કસ્ટડીમાં લીધા છે અને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.