1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાદરવાના આગમન પહેલા જ તાપમાન 34 ડિગ્રીએ પહોંચતા ઉનાળા જેવી ગરમીનો અહેસાસ
ભાદરવાના આગમન પહેલા જ તાપમાન 34 ડિગ્રીએ પહોંચતા ઉનાળા જેવી ગરમીનો અહેસાસ

ભાદરવાના આગમન પહેલા જ તાપમાન 34 ડિગ્રીએ પહોંચતા ઉનાળા જેવી ગરમીનો અહેસાસ

0
Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં જુન-જુલાઈ દરમિયાન સારોએવો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યો હતો. અને સપ્ટેમ્બરના પ્રથમ 10 દિવસમાં કેટલાક વિસ્તારોમાં વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. સાથે જ તાપમાનમાં પણ વધારો થતાં લોકોને ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. મંગળવારે અમદાવાદ, રાજકોટ અને ડીસા સહિતના શહેરોમાં તાપમાનનો પારો 33 ડિગ્રીને વટાવી ગયો હતો. તેમજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાંયા વાતાવરણ સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ ગરમી સાથે બફારાનો અહેસાસ પણ કર્યો હતો. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ છૂટો-છવાયા વરસાદના ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

અમદાવાદ, રાજકોટ ડીસા સહિતના શહેરોમાં તાપમાન 33 ડિગ્રીને વટાવી ગયો હતો. સાથે જ હવામાં ભેજનું પ્રમાણ વધતા  લોકોએ બફારા સાથે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. રાજ્યમાં શરૂ થયેલાં પશ્ચિમી પવનોને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. ભાદરવો નજીક આવતાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે. આગામી ચાર દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 33થી 34 ડિગ્રીના આસપાસ રહેવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં પણ શ્રાવણ માસના અંતે વરસાદના વિરામ સાથે ભાદરવાના તડકાનો અનુભવ થવા લાગ્યો છે ભાવનગર શહેરમાં બપોરે મહત્તમ તાપમાન વધીને 33 ડિગ્રીએ પહોંચતા આકરા તડકાનો અનુભવ લોકો કરી રહ્યા છે. સાથે હવામાં ભેજનું પ્રમાણ 61 ટકા નોંધાતા બફારો પણ યથાવત રહ્યો હતો. ગોહિલવાડમાં શ્રાવણ મહિનામાં પણ વરસાદ ખેંચાતા ખેતીવાડી પર તેની ભારે અસર પડી છે અને ખેડૂતોના હાલ-બેહાલ થયા છે. સરકાર સમક્ષ પણ નુકસાનીના વળતરની માંગણી કરવામાં આવી છે. શહેરમાં બફારો અને ગરમીને કારણે નગરજનો પરસેવે રેબઝેબ થઈ અકળાઈ ઉઠ્યા છે અને ટાઢકની રાહ જોઈ રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code