Site icon Revoi.in

ગુજરાતમાં ભૂપર્યટનને પ્રોત્સાહન આપવા સંવેદીકરણ પ્રવૃતિ યોજાઈ

Social Share

અમદાવાદ:ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ, પશ્ચિમી ક્ષેત્ર દ્વારા સમુદ્રી રાષ્ટ્રીય પાર્ક અને આસપાસના ક્ષેત્રો, કચ્છની ખાડી, દેવભૂમિ દ્વારકા જિલ્લો, ગુજરાતમાં ભૂપર્યટનને પ્રોત્સાહન આપવા માટે સંવેદીકરણ પ્રવૃતિ કરવામાં આવી, જેમાં સ્થાનિક વસતી, પ્રવાસીઓ, સ્થાનિક અધિકારીઓ અને વિદ્યાર્થીઓને ભૂપર્યટનના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી. તેની સાથે જ ભવિષ્યની પેઢી અને સંશોધન માટે તેના સંરક્ષણની આવશ્યકતા વિશે જાગૃત કરવામાં આવ્યા. કાર્યક્રમ જયા લાલ, એડીજી અને એચઓડી, જીએસઆઈ, ડબલ્યુઆર, જયપુરના નિર્દેશાનુસાર આયોજિત કરવામાં આવ્યો હતો.

સંવેદીકરણ પ્રવૃતિ સમુદ્રી રાષ્ટ્રીય પાર્ક,વાડીનાર સરકારી વિદ્યાલય તથા જામનગર રેલવે સ્ટેશન પર કરવામાં આવી.

આ અગાઉ જીએસઆઈની ટીમે મહત્તમ જનભાગીદારી માટે સ્થાનિક અધિકારીઓ, ગ્રામ પંચાયત અને સ્કૂલોનો સંપર્ક કર્યો હતો.

જીએસઆઈ ટીમમાં આલોક ચૌહાણ, નિદેશક, આદિત્ય નારાયણ પાલિવાલ, વરિષ્ઠ ભૂવૈજ્ઞાનિક, નંદન કુમાર, વરિષ્ઠ ભૂવૈજ્ઞાનિક અને ગગન બારિક, વરિષ્ઠ ભૂવૈજ્ઞાનિક સામેલ રહ્યા હતા.