Site icon Revoi.in

અમરેલી, બાબરા, અને ઉપલેટાના માર્કેટ યાર્ડમાં સાત દિવસનું દિવાળી વેકેશન

Social Share

અમરેલીઃ દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજકોટના ઉપલેટા તેમજ અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડ દ્વારા અત્યારથી રજા જાહેર કરી દેવામાં આવી છે. તહેવારો સમયે ખેડૂતો પોતાની ખેત જણસ લઈ આવે તો અટવાય નહિ અને વધુ અગવડતા ઉભી ન થાય તે માટે રજા જાહેર કરી દેવામાં આવી છે. બાબરા APMCએ દિવાળી તહેવારની 7 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. બાબરા APMC આગામી તારીખ 2 થી લઈ તારીખ 8 સુધી સંપૂર્ણ બંધ રહેશે. આ ઉપરાંત અમરેલી માર્કેટિંગ યાર્ડ પણ સાત દિવસ બંધ રહેશે.

દિવાળી તહેવારોને લઈ અમરેલી જિલ્લાના તમામ માર્કેટયાર્ડ અત્યારથી કપાસ,મગફળી સહિતના પાકોથી ઉભરાય રહ્યા છે. જેના કારણે હાલ યાર્ડ ધમધમી રહ્યા છે. બાબરા માર્કેટિંગ યાર્ડમાં તારીખ 02-11-2021 થી તારીખ 08-11-2021 સુધી યાર્ડ 7 દિવસ સુધી બંધ રહેશે. જેને લઈ ખેડૂતોને ખેતજણસ આ સમયમાં ન લાવવા યાર્ડ દ્વારા અપિલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં લાભ પાચંમના દિવસે યાર્ડ ફરી શરૂ થશે. લાભ પાચંમમાં યાર્ડ ધમધમતું થશે. દિવાળી તહેવારને લઈ યાર્ડનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તારીખ 2થી બાબરા માર્કેટિંગ યાર્ડ અને અમરેલી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.

આ ઉપરાંત રાજકોટના ઉપલેટા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દિવાળી પર્વ અંતર્ગત આઠ દિવસ માટે બંધ રહેશે તો ખેડૂતોને જણસી ન લાવવા અપીલ કરાઈ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી રાજભાઈ ઘોડાસરાએ જણાવ્યુ છે કે, દિવાળી પર્વ પર માર્કેટિંગ યાર્ડ આગામી 1-11થી 8-11  સુધી આઠ દિવસ માટે બંધ રહેશે. તો ખેડૂતોને જણસી ન લાવવા અપીલ કરાઈ છે તા.8-11  બપોરે બાર વાગ્યા પછી ખેડૂતો પોતાની જણસી વેચાણ અંગે યાર્ડમાં લઈ આવી શકશે.