- ફાયરના જવાનોએ સતત બે કલાક પાણીનો મારો ચલાવ્યો,
- પ્લાસ્ટિક વેસ્ટ અને જુના બારી-બારણા બળીને ખાક,
ભુજઃ શહેરના સરપટ ગેટ નજીક આવેલા ભંગારવાડામાં ગત રાતે આગ ફાટી નીકળતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો, અને સતત બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
ભૂજ શહેરના ઉત્તર દિશાએ આવેલા સરપટ ગેટ નજીક ગત મોડી રાત્રે આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. ભંગારના વાડામાં કોઈ કારણોસર લાગેલી આગથી આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે ફરજ ફરના પોલીસ જવાનાએ ફાયર વિભાગને જાણ કરી હતી, જેના પગલે નગરપાલિકા હસ્તકના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને બે કલાકની ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી. આગને કાબુમાં લેવા ફાયર વિભાગને 36 હજાર લિટર પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો. જોકે ઘટના અંગેનું કારણ અંકબંધ રહ્યું હતું.
શહેરના ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના સરપટ ગેટ વિસ્તારના માર્ગે આવેલા મામદભાઈ કુંભારના વાડામાંગત મોડી રાતના 2.45 વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી. આગ આસપાસની કેબિનમાં ફેલાય તે પહેલાં પહોંચી આવેલા ફાયર વિભાગે આગને આગળ વધતી અટકાવી હતી અને ફાયર ફાયટર વડે સતત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો. આગમાં પ્લાસ્ટીક વેસ્ટ અને જૂના બારી દરવાજા સળગીને ખાક થયા હતા. આગને કાબમાં લીધા બાદ સવાર સુધી ધૂમાડા નીકળતા જોવા મળ્યા હતા. આગ બુઝાવની કામગીરીમાં ફાયર વિભાગના ભાવેશ માતંગ , જગદીશ દનીચા, મામદ જત,રમેશ ગાગલ, વાઘજી રબારી, કરણ જોશીએ સારી જહેમત ઊઠાવી હતી.
#FireBrigadeAction | #BhujiFireIncident | #PlasticWasteFire | #FirefightersInAction | #TwoHoursOfEffort | #FireControlBhuji | #FireSafetyBhuji | #WasteFireBhuji