નવી દિલ્હી: આગરામાં તાજમહેલ સિવાય શહેરમાં સ્થિત શિવાલય પણ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુંઓ માટે નવું કેન્દ્ર બનશે. છ મંદિરો કૈલાશ થી બટેશ્વર સુધી શિવાલય સર્કિટ બનાવશે. ડિવિઝનલ કમિશનર રિતુ મહેશ્વરીની સુચનાથી પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગ શિવાલય સર્કિટ માટે દરખાસ્ત કરી રહ્યું છે. જેના લીધે શિવાલયોના આસપાસના વિસ્તાર સુવિધાઓથી વિકસાવવામાં આવી છે.
બટેશ્વરમાં યમુના કિનારે 101 મંદિરોની શ્રેણી છે. અહીં 150 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અહિં સાકાર થશે. 25 ડિસેમ્બરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શિલાન્યાસ અને લોકાર્પણ કર્યુ હતુ. આ સિવાય સિકંદરા સ્થિત કૈલાશ મંદિર પર કોરિડોર બનશે. જેનું કાર્ય શરૂ થઈ ગયું છે. હાઈવે પરના ગેટ અને મંદિર પર યમુના ઘાટને નવા બનાવવામાં આવી રહ્યા છે. બલ્કેશ્વર, મનકામેશ્વર, રાવલી અને રાજેશ્વર મહાદેવ મંદિર પણ શિવાલય સર્કિટમાં સમાવેશ કરવામાં આવશે. ડિવિઝનલ કમિશનરે જણાવ્યું હતુ કે શહેરમાં શિવ મંદરોનું ખાસ મહત્વ છે. પ્રાચીન મંદિરો પર સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે. પ્રવાસીઓ માટે આ વિશેષ અનુભુતિ હશે. તેનાથી ધાર્મિક પ્રવાસનમાં વૃદ્ધી થશે.