કોરોનાની પાબંધીઓમાંથી નવા વર્ષમાં છૂટછાટ મળવાના સંકેત
- નવા વર્ષમાં મળી શકે છે અનેક છૂટછાટ
- નિયમોની પાબંધિઓમાંથી છૂટકારો મળવાના સંકેત
દિલ્હી:- સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી વર્તાઈ રહી છે,ત્યારે અનેક લોકો નવા વર્ષની રાહ જોઈ રહ્યા છે, નવું વર્ષ કદાચ લોકો માટે સકારાત્મક થઈને આવી શકે છે, નવા વર્ષમાં કોરોના મહામારીથી છૂટકારો મળવાની આશાઓ સેવાઈ રહી છે. એક બાજુ જ્યાં ભારતમાં કોરોનાની વેક્સિનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે ત્યાં હવે સંક્રમણની ગતિ પણ ઓછી થઈ રહેલી જોવા મળી રહી છે.
દેશમાં ઘીરે ધીરે કોરકોનાના એક્ટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે,ત્યારે નવા વર્ષમાં સારા સંકેત જોવા મળી રહ્યા છે, હાલ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે કોરોનાનો રિકવરી રેટ 90 ટકા પાર પહોંચી ગયો છે.
વિશ્વના અન્ય દેશોની સાથે સરખામણી કરીએ તો ભારતમાં સૌથી વધુ લોકો સ્વસ્થ થઈ રહ્યા છે, અમેરિકા પછી બીજા નંબરે ફ્રાન્સ, ત્રીજા ક્રમે બ્રાઝીલ, ચોથા ક્રમે ઈટાલી, પાંચમા ક્રમે યુકે, પછી રશિયા આવે છે કે જ્યા કોરોનાના કેસ સૌથી વધુ જોવા મળી રહ્યા છે.
દેશના ચાર રાજ્યોમાં કોરોના વેક્સિન આપતા પહેલા તેનું રિહર્સલ પણ આજથી કરવાનું શરુ થી ચૂક્યુ છે,. જેશનાઆ ચાર રાજ્યો પંજાબ, આસામ, આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં વેક્,સિન માટે મોકડ્રીલ યોજાઈ રહ્યું છે.જેથી હવે નવા વર્ષ દરમિયાન કોરોનાના ભયમાંથી મહત્તમ છૂટકારો મળવાની આશાઓ સેવાઈ રહી છે. આ સાથે જ કેટલીક પાબંધિઓ બાદ અનેક છૂટછાટ મળવાના સંકેતો પણ જોવા મળી રહ્યા છે.
સાહિન-