- પબ્જી રમતા વખતે ટ્રેનમાંથી પટકાતા કિશોર સહીત બેના મોત
- રેલ્વેના પાટા પર મળેલા મોબાઈલમાં ગેમ ચાલુ જોવા મળી
મથુરાઃ- આજકાલ બાળકો ફ્રી ફાયર તથા પબ્જી જેવી મોબાઈલ ગેમના દિવાના બન્યા છએ,ગેમ રમવામાં તેઓ એટલા મશગુલ થઈ જાય છે કે તેમના આસપાસ શું બની રહ્યું છે તેની પણ તેઓને જાણ હોતી નથી, અનેક કિસ્સાઓમાં આ પબ્જી મોતનું કારણ પણ બન્યું છે, આવી કેટલીક ઘટના આપણે સાઁભળી હશે, ત્યારે આવી જ એક બીજી ઘટના બની છે મનથુરામા.
મળતી માહિતી પ્રમાણે આજરોજ શનિવારે સવારે મથુરાના થાના જમુનાપાર વિસ્તારમાં મથુરા-કાસગંજ રેલ્વે ટ્રેક પર લક્ષ્મીનગર નજીક ટ્રેનની અડફેટે આવતાં એક કિશોર સહિત બેનાં મોત નિપજ્યા હતાં. પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.જો કે મહત્વની વાત એ હતી કે આ બન્ને કિશોરોના કાનમાં ઈયરફોન લગાવેલા હતા અને મોબાઈલમાં પબ્જી ચાલતી જોવા મળી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે બંને મોબાઈલ ગેમ રમતી વખતે આ અકસ્માતનો ભોગ બન્યા છે.
મળતી માહિતી મુજબ, લક્ષ્મીનગર પાસે સીએનજી પંપની પાછળથી પસાર થતી મથુરા-કાસગંજ રેલવે લાઇન પર કિશોર અને યુવકના મૃતદેહ પડેલા મળી આવ્યા હતા. ત્યાંથી ફરવા ગયેલા લોકોએ પોલીસને આ મામલાની જાણ કરી હતી.
ઇન્સપેક્ટર-ઇન-ચાર્જ જમુનાપરે આપેલી સમગ્ર ઘટનાની જાણ પ્રમાણે લગભગ આજે સવારે 7 વાગે માહિતી મળતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતકો પાસે મળી આવેલા મોબાઈલ પરથી તેમની ઓળખ પણ કરવામાં આવી હતી.પબ્જી રમતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મોત થયું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.