- વેક્સિનનો એક ડોઝ પણ કારગાર સાબિત થાય છે
- એક ડોઝ કોરોનામાં થતી મોતનું જોખમ અટકાવા અસરકાર છે
દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોના મહામરીનો પ્રકોપ હાલ પણ વર્તાઈ રહ્યો છે, કેટલાક દેશોમાં નવા વેરિએન્ટે એન્ટ્રી કરી છે તો કેટલાક દેશોમાં કોરોનાને લઈને હાલ પણ પાબંધિઓ ચાલી રહી છે, આ સમગ્ર સ્થિતિ વચ્ચે કોરોનામાં વેક્સિન કારગાર સાબિત થઈ રહી છે, જેને લઈને વિશ્વભરમાં વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે વેક્સિનને લઈને એક દાવો કરવામાં આવ્યો છે, જે પ્રમાણે કોરોના રસીનો એક ડોઝ પણ મૃત્યુ અટકાવવામાં અસરકારક છે. વૈજ્જ્ઞાનિકોએ સૂચવ્યું છે કે રસીકરણનું વ્યાપ વધારવાથી મોટી વસ્તીમાં મૃત્યુનું જોખમ ઘટી શકે છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપીડેમિઓલોજિકલ ડિસીઝિસના સંયુક્ત અભ્યાસમાં આ માહિતી દર્શાવવામાં આવી છે. ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત આ અધ્યયનમાં જણાવ્યા પ્રમાણે કોરોના વેક્સિન ભારતમાં કોરોનાનું ઉચ્ચ જોખમ ધરાવતા લોકોમાં મૃત્યુને રોકવા માટે અસરકારક છે.
જાણો કઈ રીતે કરાયો હતો અભ્યાસ
1 લી ફેબ્રુઆરીથી 14 મેની વચ્ચે તમિલનાડુ પોલીસના 1 લાખ 17 હજાર 524 જવાનો પર હાથ ધરવામાં આવેલ આ અભ્યાસ ત્રણ જુદા જુદા જૂથોમાં કરવામાં આવ્યો હતો. પ્રથમ જૂથમાં એવા 17 હજાર 059 સૈનિકો નો સમાવેશ કરાયો હતો કે જેમણે કોરોનાની વેક્સિન લીધી જ ન હતી
આ સમૂહમાં જોવા મળ્યું કે સંક્રમણના કારણે 20 સૈનિકો મૃત્યુ પામ્યા. જ્યારે બીજા જૂથના 32 હજાર 792 જવાનો કે જેમને વેક્સિનનો એક ડોઝ આપવામાં આવ્યો હતો તેમાંથી સાત લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, ત્રીજા જૂથના 67 હજાર 673 લોકો કે જેમણે વેક્સિનના બન્ને ડોઝ લીધા હતા તેમાંથી ચાર લોકો મૃત્યુ પામ્યા હતા છે
આ અભ્યાસના આધારે કહી શકાય કે, વેક્સિનનો એક ડોઝ લીધા પછી મૃત્યુનું જોખમ 82 ટકા ઘટાડી શકાય છે. જ્યારે બંને ડોઝ લીધા પછી, મૃત્યુનું જોખમ 95 ટકા ઘટાડી શકાય છે.