Site icon Revoi.in

આદુનો એક નાનકડો ટુકડો તમારી એક કપ ચાને સ્વાસ્થ્યથી ભરપૂર બનાવશે

Social Share

મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચા અથવા કૉફીથી થતી હોય છે. આ સિવાય પણ મિત્રો સાથે બહાર જઇએ ઘરે કોઇ મહેમાન આવે અથવા તો ઉંઘ ઉડાવવા માટે ચાનો સેવન કરતા હોઇએ છીએ. એમાં પણ શિયાળા અને ચોમાસાની ઋતુમાં લોકો ગરમ ગરમ ચા પીવાનું વધારે પંસદ કરતા હોય છે. સદીઓથી લોકો રિફ્રેશમેન્ટ માટે સૌથી પહેલી પસંદગી ચાની કરે છે કેમકે ચાની સરખામણીએ કૉફીમાં કેફિનની માત્રા વધારે હોય છે જેનાથી ઘણા સાઇડ ઇફેક્ટ્સ થતા હોય છે. એવામાં જો ચાની વિવિધ ફ્લેવર મળી જાય તો તેની મજા જ કંઇક ઓર છે. આજે મસાલાવાળી ચા આદુવાળી ચા ઈલાયચીવાળી ચા ગ્રીન ટી વગેરે પ્રકારની ચા મળી રહી છે. જેમાંથી આદુવાળી ચા પીવાથી સૌથી વધુ આરોગ્યલક્ષી ફાયદા થાય છે.

આદુની વાત કરીએ તો બધાના રસોડામાંથી આદુ તો મળી જ આવે. આદુથી તબીબી લાભ પણ થતા હોય છે. એક કપ ચામાં આદુનો નાનો એવો એક ટૂકડો ઉમેરવાથી તમારી સ્વાસ્થ્ય સંબંધી કેટલીય સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો. કોઈપણ ઋતુમાં તમે આદુવાળી ચાનું સેવન કરી શકો અને તે બનાવવી પણ એકદમ સહેલી છે. આદુવાળી ચા પીવાથી થતા કેટલાક ફાયદા વિશે અહીં માહિતી આપી છે જાણો આજે…

આદું હૃદય માટે ફાયદાકારક છે. આ ચામાં રહેલા મેગ્નેશિયમ ખરાબ કૉલેસ્ટ્રૉલને ઓછો કરવામાં મદદરૂપ થાય છે અને સાથે જ સારા કૉલેસ્ટ્રૉલનું સ્તર વધારે છે જેથી લોહી સરખી રીતે અવરજવર કરી શકો. બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થવાથી તમારા શરીર પર પણ તેની સારી અસર થતી હોય છે.

શરદી તાવ અસ્થમા જેવી બીમારી માટે પણ આદુ રામબાણ ઈલાજ છે. આદુમાં રહેલ એન્ટી-વાયરલ અને એન્ટી-ઈમ્ફ્લામેટરી તત્વો તમારી સ્નાયુ કોશિકાઓને ફેફસામાં આરામ કરવામાં મદદ કરે છે. શ્વસનમાર્ગ સંબંધી થતી બીમારીઓ માટે પણ આદુવાળી ચા ફાયદાકારક સાબિત થાય છે.

ડાયરિયા અપચો અને પેટ ફૂલવા જેવી પેટ સંબંધિત સમસ્યાઓ માટે આદુ રામબાણ ઇલાજ છે વરસાદી ઋતુમાં સામાન્ય રીતે પેટ સંબંધિત સમસ્યા વધારે થાય છે એવામાં જો એક કપ આદુવાળી ચા પીવામાં આવે તો આ સમસ્યામાંથી નિરાકરણ લાવી શકાય છે. આદુવાળી ચા પિત્ત ઉત્પાદનને સક્રિય કરી દે છે જેના પરિણામ સ્વરૂપે પાચન ક્રિયામાં પણ સુધારો થાય છે.

ખાટા ઉબકા જો તમને પણ પરેશાન કરતા હોય તો તમારે આદુવાળી ચા પીવી જોઈએ. આદુવાળી ચા પીવાથી ઉબકા આવતા તો અટકી જ જાય છે તેની સાથે સાથે ટ્રાવેલ સિક્નેસની સમસ્યાથી પીડાતા લોકોને પણ રાહત મળે છે અને આદુવાળી ચા પ્રેગ્નન્ટ મહિલા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

આદુમાં વિવિધ પ્રકારના એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ઘટકો હોવાથી સ્કીન માટે પણ આદુને શ્રેષ્ઠ માનવામાં આવે છે જે સ્કીનને ક્લિન કરવામાં નડતરરુપ ઈન્ફેક્શનને સામે પ્રોટેક્શન આપે છે. લીંબુ અને આદુનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં મદદ કરવાની સાથે ત્વચાને પણ નિખારવામાં મદદરૂપ બને છે.

હજારો રૂપિયા અને પરસેવો જિમમાં રેડીને તમે પણ કંટાળી ગયા હોવ તો આદુવાળી ચા તમારા માટે રામબાણ ઈલાજ સ્વરૂપે છે. આદુવાળી ચા પીવાથી ભૂખ ઓછી લાગે છે અને આદુવાળી ચામાં લીંબુ ઉમેરવાથી તમારા શરીરનું ફેટ લેવલ ઘટાડવામાં પણ મદદરૂપ બને છે.